જૂનાગઢમાં રસીકરણમાં કૌભાંડ, આ બોલિવૂડ સ્ટાર અને ક્રિકેટરોનાં નામે વેક્સિન સર્ટિફિકેટ્સ બન્યા
જૂનાગઢમાં રસીકરણમાં કૌભાંડની ઘટના સામે આવી છે. જેમાં ફિલ્મ સ્ટાર્સના નામ ધરાવતા પ્રમાણપત્રો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ પ્રમાણપત્રો મળી આવતા રસીકરણની 100% અસરકારકતા બતાવવા માટે એક કૌભાંડ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બોલિવૂડ સ્ટાર અને ક્રિકેટરોનાં વેક્સિન સર્ટિફિકેટ્સ બન્યા
જૂનાગઢના ભેંસાણ અને વિસાવદર ગામોમાંથી રસીકરણના આ પ્રમાણપત્રો મળી આવ્યા છે. તેમાં જયા બચ્ચન, મહિમા ચૌધરી, જૂહી ચાવલા ,ક્રિકેટર મોહમ્મદ કૈફનું નામ જોવા મળે છે. આ પ્રમાણપત્રોમાં મેંદપરા અને મોટી મોણપરી કેન્દ્રના નામો પણ દર્શાવ્યા છે.
રસીકરણમાં મોટા કૌભાંડની શક્યતા
જાણવા મળી રહ્યું છે કે જૂનાગઢ જિલ્લામાં કોરોના રસીકરણનો ટાર્ગેટ પૂરો કરવા માટે અધિકારીઓ પર દબાણ કરવામાં આવતુ હતું એટલું જ નહીં, પરંતુ કેટલાક અધિકારીઓ એવું પણ કહી રહ્યા હતા કે ગમે તે થાય, ટાર્ગેટ પૂરો થવો જ જોઈએ. જેના કારણે ઘણી જગ્યાએ કાગળ પર રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં કોઈપણ વ્યક્તિનું નામ લખીને રસીકરણની પ્રક્રિયા કરવામાં આવી હતી. આવા પ્રમાણપત્રો ઘણા લોકોને આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગાંધીનગર : બજેટ સત્રના પ્રથમ દિવસે જ વિધાનસભા બહાર કોંગ્રેસનો વિરોધ