ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતીઓ માટે વેકેશનમાં વિદેશના ટૂર પેકેજો બન્યા ખર્ચાળ, જાણો શું છે કારણ

  • વિદેશના ટૂર પેકેજોની 30 ટકા ઇન્કવાયરીઓ વધી
  • ટૂર પેકેજના 25 થી 30 ટકા વધુ ચૂકવવા પડશે
  • થાઇલેન્ડ- બેંગકોક, બાલી જેવા સ્થળો હોટ ફેવરિટ બન્યા

ગુજરાતીઓ માટે વેકેશનમાં વિદેશના ટૂર પેકેજો મોંઘા બન્યા છે. જેમાં ફ્લાઈટો સહિત હોટેલના ફેર વધતા વિદેશના ટૂર પેકેજ આસમાને પહોંચ્યા છે. તેમજ યુરોપ, દુબઈ, વિયેતનામ, થાઇલેન્ડ- બેંગકોક, બાલી જેવા સ્થળો હોટ ફેવરિટ બન્યા છે. તથા ઉત્તરાખંડ, હિમાચલ, દાર્જિલિંગના બુકિંગ પણ વધ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMC એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને આ તારીખ સુધી આપશે રિબેટ 

ટૂર પેકેજના 25 થી 30 ટકા વધુ ચૂકવવા પડશે

જો તમે ઉનાળા વેકેશનમાં વિદેશ ફ્રવા જવાનો પ્લાન કરતા હોય તો તમારે ગત વર્ષ કરતાં આ વર્ષે વિદેશ ફરવા જતાં લોકોને ટૂર પેકેજના 25 થી 30 ટકા વધુ ચૂકવવા પડશે. આમ છતાં દેશ વિદેશમાં ફ્રવા જનાર શોખીન ગુજરાતનો પ્રવાહ બમણો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી આ વખતે ટુર ઓપરેટરો પાસે સમર વેકેશનમાં વિદેશના ડેસ્ટિનેશનો અંગેની ઇન્કવાયરીઓમાં પણ ખૂબ જ આવી રહી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે વિદેશના ટૂર પેકેજોની 30 ટકા ઇન્કવાયરીઓ વધી છે તેમજ બુકીંગ પણ જોવા મળી રહ્યા છે. એ.ટી.એફ્ ના ભાવ પણ આસમાને હોવાથી ફ્લાઈટોના ભાડા ફ્લાઈટો સહિત હોટેલના ફેર વધતાં આ વર્ષે સમર વેકેશનમાં વિદેશ ટૂર કરવુ મોઘુ પડશે.

આ પણ વાંચો: ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે 20 બ્રિજનું કામ જાણો ક્યારે થશે પૂર્ણ 

ફ્લાઈટો સહિત હોટેલના ટેરિફમાં વધારો થવાથી વિદેશના ટૂર પેકેજો પર તેની અસર પડી

ગરમીના વેકેશનમાં વિદેશમાં ફરવા માટે લોકોમાં યુરોપ, દુબઈ, થાઈલેન્ડ- બેંગકોક, વિયેતનામ સહિત બાલી જેવા ડેસ્ટિનેશનો હોટ ફેવરિટ બન્યા છે. ટૂર ઓપરેટરોના જણાવ્યા અનુસાર, એ.ટી.એફ્ ના ભાવ પણ આસમાને હોવાથી ફ્લાઈટોના ભાડા ફ્લાઈટો સહિત હોટેલના ટેરિફમાં વધારો થવાથી વિદેશના ટૂર પેકેજો પર તેની અસર પડી છે. ઉનાળાની રજાઓમાં વિદેશ ટૂર પેકેજો 30 ટકા મોંઘા બન્યા છે. મોંઘા પેકેજો બાદ પણ ઈન્કવાયરીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઈન્કવાયરીની સાથે બુકીંગ પણ મળી રહી છે. ગત વર્ષ કરતાં 30થી 35 ટકા ઈન્કવાયરીઓમાં વધારો થયો છે. તેમજ બુકીંગ પણ ગત વર્ષ કરતાં વધારે જોવા મળી રહી છે. આ વર્ષે કસ્ટમાઈઝ પેકેજોની પણ ડિમાન્ડ પણ વધુ ઉભી થઈ છે.

આ પણ વાંચો: સોમનાથ ખાતેથી આ તારીખથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો થશે પ્રારંભ

કસ્ટમાઈઝ પેકેજોનું બુકીંગ પણ આવી રહ્યા છે

કસ્ટમાઈઝ પેકેજોનું બુકીંગ પણ આવી રહ્યા છે. કસ્ટમાઈઝ પેકેજો સામાન્ય પેકેજ કરતાં 20 ટકા વધુ ચાર્જ લઈ રહ્યા છીએ. યુરોપના સાતથી આઠ દિવસના ટૂર પેકેજ વ્યક્તિ દીઠ બે લાખને પાર થયા છે, જે ગત વર્ષે 1.70 લાખની આસપાસ, દુબઈના ચારથી પાચ દિવસના પેકેજ વ્યક્તિ દીઠ 65થી 70 હજાર થયા છે, જે ગત વર્ષે 50 હજારની આસપાસ, વિયેતનામના 7થી 8 દિવસના પેકેજ 1.25 લાખે જે ગત વર્ષે 90 હજારની આસપાસ, સિંગાપોર- મલેશિયાના 7થી 8 દિવસના પેકેજ 1.5 લાખ જે ગત વર્ષે 1 લાખની આસપાસ, બાલીના 4થી 5 દિવસના પેકેજ 90 હજાર જે ગત વર્ષે 60 હજારની આસપાસ વ્યક્તિ દિઠનુ પેકેજ હતુ. મહત્ત્વનું છેકે, વિયેતનામ તરફની ઈન્કવાયરીઓ વધી હતી પરંતુ ફ્લાઈટોના ભાવ તેમજ શિડયૂલને કારણે વિયેતનામની ઈન્કવાયરીઓ ઓછી થઈ હોવાની પણ ટૂર ઓપરેટરો જણાવી રહ્યા છે.

Back to top button