ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા અપાવશે આ ફેંગશુઇ ટિપ્સ

  • અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓએ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરવું જોઈએ.
  • પૂર્વ તરફ મુખ રાખીને અભ્યાસ કરવાથી વ્યક્તિને સૂર્યની સકારાત્મક ઉર્જા મળે છે અને વિષય ઝડપથી યાદ રહે છે.
  • ઉત્તર દિશા તરફ મુખ રાખીને અભ્યાસ કરવાથી મનની એકાગ્રતા વધે છે.

જેમ જેમ પરીક્ષાઓ નજીક આવે છે તેમ તેમ મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામો અંગે ચિંતિત રહે છે. પેપર કેવું રહેશે, પરીક્ષાનું પરિણામ સારું આવશે કે નહીં વગેરે બાબતો વિદ્યાર્થીઓને ટેન્શન કરાવે છે. આવા સમયે ખંતપૂર્વક અભ્યાસ કરવાની સાથે અમુક અંતરે સફળ વિદ્યા મંત્રનો જાપ કરવામાં આવે તો વિદ્યાર્થીની યાદશક્તિ બમણી થાય છે અને પરીક્ષામાં સફળતા મળે છે

કોઈપણ એક જગ્યાએ સતત અભ્યાસ કરવાનો કંટાળો ટાળવા માટે વચ્ચે વચ્ચે ત્રણથી પાંચ મિનિટ માટે મંત્રનો જાપ અથવા પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક છે. વિદ્યાર્થીઓએ સમયાંતરે ટૂંકા મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ, જેથી તેમનું મન અભ્યાસમાંથી વિચલિત ન થાય અને તેઓ ઓછા સમયમાં વધુમાં વધુ જ્ઞાન મેળવી શકે અને પરીક્ષામાં સારા માર્કસ મેળવી શકે. વાસ્તુ અનુસાર વિદ્યાર્થીઓ માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ફાયદાકારક છે.

વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા અપાવશે આ સરળ ટિપ્સ hum dekhenge news

 

જાણો આ નિયમો

  • અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓએ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરવું જોઈએ.પૂર્વ તરફ મુખ રાખીને અભ્યાસ કરવાથી વ્યક્તિને સૂર્યની સકારાત્મક ઉર્જા મળે છે અને વિષય ઝડપથી યાદ રહે છે.
  • ઉત્તર દિશા તરફ મુખ રાખીને અભ્યાસ કરવાથી મનની એકાગ્રતા વધે છે.
  • અભ્યાસ કરતા બાળકો માટે તેમનો સ્ટડી રૂમ ઇશાન ખૂણામાં હોવો લાભદાયક છે.
  • દરવાજા તરફ પીઠ રાખીને અભ્યાસ કરવાથી તમારી યાદશક્તિ નબળી પડે છે, તેથી અભ્યાસ કરતી વખતે તમારી પીઠ પાછળ નક્કર આધાર અથવા દિવાલ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • અભ્યાસ કર્યા પછી પુસ્તકો ખુલ્લા ન રાખવા જોઈએ.
  • જો શક્ય હોય તો, સ્ટડી રૂમમાં ઘણા બધા મોબાઈલ ફોન, ટેલિફોન, ટીવી, મિરર્સ કે અન્ય ઇલેક્ટ્રિકલ સાધનો ન હોવા જોઈએ, તેનાથી મનની એકાગ્રતા ઓછી થાય છે.
  • સ્ટડી ટેબલ પર ક્રિસ્ટલ ગ્લોબ અને ફેંગશુઈ એજ્યુકેશન ટાવર રાખવું ખૂબ જ ફાયદાકારક છે.
  • સીડી, બીમ અને શેલ્ફની નીચે બેસીને અભ્યાસ કરવાથી ચિંતા અને તણાવ વધે છે.
  • ટેબલ પર બને તેટલો ઓછો સામાન રાખો, તેનાથી એકાગ્રતા વધે છે, વધારે સામાન રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેનાથી અભ્યાસમાં રસ ઓછો થઈ જાય છે.
  • પરીક્ષા માટે નીકળતા પહેલા ભગવાન ગણેશના મંત્રનો ધ્યાનપૂર્વક જાપ કરો અને ઘરની બહાર નીકળો.
  • દરરોજ સવારે સ્નાન કર્યા પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરીને, સરસ્વતી દેવીની મૂર્તિ સમક્ષ અગરબત્તી અને દેશી ઘીનો દીવો પ્રગટાવી, પરીક્ષામાં સારા માર્કસ આવે તેવી પ્રાર્થના કરો. મન લગાવીને અભ્યાસ કરો
  • પરીક્ષામાં જતાં પહેલાં દહીં, ખાંડ , પેંડા કે ગોળ ખાઇને મોં મીઠુ કરો.

આ પણ વાંચોઃ 24 ઓક્ટોબર પછી આ ફોનમાં નહી ચાલે વોટ્સએપઃ ખરીદવો પડશે નવો ફોન

Back to top button