ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં મેઘરાજાનો યુટર્ન, જાણો ક્યા છે વરસાદની આગાહી

Text To Speech
  • રાજ્યના 29 તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો
  • આજે સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં વરસાદની આગાહી
  • હવામાન વિભાગે આગામી 22 ઑક્ટોબર સુધી વરસાદની આગાહી કરી

ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજા મહેરબાન થયા છે, જેમાં આજે સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ હવામાન વિભાગે આગામી 22 ઑક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારીમાં મધ્યમ વરસાદની આગાહી

આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ગીર સોમનાથ સહિત છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 18થી 20 ઑક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યના 29 તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો

તેમજ 21-22 ઑક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીક સર્જાયેલી અસ્થિરતાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે રાજ્યના 29 તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 1.85 ઇંચ, પોરબંદરના રાણાવાવ અને ભરૂચના ઝઘડીયા 1.34 ઇંચ, જૂનાગઢ સિટીમાં 1.06 ઇંચ, જૂનાગઢના માળીયા-હાટીના તથા સુરતના માંગ્રોલમાં 1.02 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Back to top button