ઉથ્થાન તાલિમ કેન્દ્ર: માનસિક દિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ
DIWALI2023 : અમદાવાદ પાલડી ખાતે આવેલું ઉત્થાન તાલીમ કેન્દ્ર માનસિક દિવ્યાંગ ક્ષેત્રે ખૂબ આગવું નામ ઘરાવે છે. સ્કિલ ડેવલપમેન્ટનું કામ ધણાં વર્ષો પહેલા આ દિવ્યાંગ ક્ષેત્રે શરુ કરેલું છે અને આજે ત્યાં 71 દિવ્યાંગ બાળકોની કાળજી લેવામાં આવે છે. માનસિક દિવ્યાંગ બાળકો બહુ ભણી શકતા નથી ત્યારે તેમને ઈતરપ્રવૃત્તિ અને વ્યવસાયલક્ષી તાલીમ આપીને તેમની કુશળતા વિકસાવવા પ્રયાસ થઈ રહ્યા છે.
ઉત્થાન તાલીમ કેન્દ્રનો ધ્યેય આ માનસિક દિવ્યાંગ બાળકોનો સર્વાંગી વિકાસ તેમજ સાથો સાથ તેમનું જીવન આનંદમયી બને અને તેમના વાલીઓની અંદર મૂંઝવણો દૂર કરવાનો છે. દરેક દિવ્યાંગ બાળકોના મુખ પર “હાસ્ય” એ જ ઉત્થાન તાલીમ કેન્દ્રનું ધ્યેય છે. દર વર્ષે દિવાળી પેહલાં ઉત્થાન તાલીમ કેન્દ્રના માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનું એક્સિબિશન યોજવામાં આવે છે જેના દ્વારા આ બાળકોની અંદર રહેલી કાર્યકુશળતાનું પ્રદર્શન દ્વારા સમાજ સુધી પહોંચે. “હું પણ કરી શકું છું “, “yes i can” ના હેતુથી કેન્દ્ર ઘણાં વર્ષથી આવું આયોજન કરે છે. 4 નવેમ્બર તેમજ 5 નવેમ્બર 2023ના રોજ યોજાયેલા એક્સિબિશનની તૈયારીઓ 3 મહિના અગાઉ દિવ્યાંગ બાળકો તેમજ તેમને તાલીમ આપનાર શિક્ષકો દ્વારા કરવામાં આવતી હોય છે.
હમ દેખેંગે ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં ઉત્થાન તાલીમ કેન્દ્રના શિક્ષકે જણાવ્યું કે, ઉત્થાન તાલીમ કેન્દ્રના હૉલમાં યોજાયેલા એક્સિબિશનમાં દર વર્ષે નવી થીમ રાખવામાં આવે છે. તેમજ માર્કેટનું નિરીક્ષણ કર્યા પછી બાળકો નવી વરાઇટીનાં તોરણ, પેપર બેગ, ચાદર જેવી અનેક વસ્તુઓ બનાવે છે.
આ પણ વાંચો :દિવાળીએ અયોધ્યામાં બનશે રેકોર્ડ, લાખો દીવાથી ઝળહળશે સરયૂ ઘાટ