ઉત્તરકાશી ટનલ દુર્ઘટના : 10 દિવસથી ફસાયેલા 41 મજૂરોનો થયો સંપર્ક
- ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં મોટી સફળતા મળી
- સુરંગમાં અંદરના CCTV ફૂટેજ પહેલીવાર બહાર આવ્યા
- બચાવ કાર્યમાં જોડાયેલા અધિકારીઓએ વોકી ટોકી દ્વારા કામદારો સાથે કરી વાત-ચીત
ઉત્તરાખંડ : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગ તૂટી પડવાના કારણે ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે 10 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. બચાવ કાર્યમાં લાગેલી એજન્સીઓએ મંગળવારે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં સુરંગની અંદરનો વીડિયો પહેલીવાર બહાર આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે ટનલમાં કામદારો કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે. આ દરમિયાન બચાવ કાર્યમાં જોડાયેલા અધિકારીઓએ વોકી ટોકી દ્વારા કામદારો સાથે વાત-ચીત પણ કરી હતી.સુરંગની અંદર રહેલા કામદારો અને લોકોની સ્થિતિ જાણવા માટે પાઇપ દ્વારા સુરંગમાં કેમેરા મોકલવામાં આવ્યો છે. આમાં ટનલની અંદરની સ્થિતિને કેદ કરવામાં આવી છે. જ્યારે સોમવારે પ્રથમ વખત મજૂરોને દાળ અને ખીચડી મોકલવામાં આવી હતી. આ ખોરાકને 6 ઇંચ પહોળી પાઇપ દ્વારા બોટલમાં ભરીને કામદારોને મોકલવામાં આવતો હતો.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel collapse: Rescue workers try to make contact with the trapped workers through walkie-talkie pic.twitter.com/mCr5VRfSi0
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 21, 2023
In a major breakthrough, Rescue Workers try to establish contact with workers trapped inside a tunnel in Uttarakhand for 10 days.#UttarakhandTunnelCollapse pic.twitter.com/ysWR1B2QuL
— 𝗡 𝗢 𝗜 𝗦 𝗘 (@NoiseAlerts) November 21, 2023
સુરંગમાંથી કામદારોને બચાવવામાં સામેલ કર્નલ દીપક પાટીલે કહ્યું કે, “અમે સુરંગની અંદર ફસાયેલા લોકોને ભોજન, મોબાઈલ ફોન અને ચાર્જર મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અંદર વાઇફાઇ કનેક્શન સ્થાપિત કરવાનો પણ પ્રયાસ કરીશું. ડીઆરડીઓ રોબોટ પણ કામ કરી રહ્યા છે.”
#WATCH | Uttarkashi tunnel accident: The rescue team has started the work of laying the pipeline inside the Silkyara Tunnel
(Visuals from inside the tunnel) pic.twitter.com/U1R419HauM
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 21, 2023
બોટલ દ્વારા ખોરાક પહોંચાડવામાં આવ્યો
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Breakfast being prepared for the workers trapped inside the tunnel. The food will be sent to the workers through a 6-inch pipeline. pic.twitter.com/vUEuux2TYg
— ANI (@ANI) November 21, 2023
સોમવારે રાત્રે સુરંગમાં ફસાયેલા 41 મજૂરો માટે ખીચડી અને દાળથી ભરેલી 24 બોટલો મોકલવામાં આવી હતી. 9 દિવસ પછી પ્રથમ વખત કામદારોને પેટ ભરેલું ભોજન મળ્યું હતું. આ ઉપરાંત નારંગી, સફરજન અને લીંબુનો રસ પણ મોકલવામાં આવ્યો હતો. આજે દળિયા અને અન્ય ખાદ્યપદાર્થો કામદારોને મોકલવામાં આવશે. અત્યાર સુધી માત્ર મલ્ટી વિટામિન્સ, પફ્ડ રાઇસ અને ડ્રાય ફ્રૂટ્સ પાઇપ દ્વારા મોકલવામાં આવતા હતા. આ ખોરાક 6 ઇંચ પહોળી પાઇપ દ્વારા કામદારો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
વર્ટીકલ ડ્રીલ મશીન દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન
ટનલમાંથી કામદારોને બહાર કાઢવા માટે 5 યોજનાઓ બનાવવામાં આવી છે. હાલમાં એજન્સીઓ બે યોજનાઓ પર કામ કરી રહી છે. પ્રથમ અમેરિકન ઓગર મશીન ટનલના કાટમાળમાં 800-900 મીમી સ્ટીલ પાઇપ નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી આ પાઇપની મદદથી કામદારોને બહાર કાઢી શકાય. ઓગર મશીન વડે 24 મીટરનું ખોદકામ પણ કરવામાં આવ્યું હતું. જોકે, મશીનમાં ખામી સર્જાઈ હતી. આ પછી કામ અટકી ગયું. આજે ફરી ઓગર મશીન વડે ડ્રિલિંગ શરૂ થવાની શક્યતા છે. બીજી તરફ વર્ટીકલ ડ્રીલની પણ યોજના છે. આ માટે મશીન ટનલની ઉપર પહોંચી ગયું છે. આ મશીન આજે બપોરથી ખોદકામ શરૂ કરશે. તે ટનલની ઉપરથી ખોદવામાં કરશે, જેથી કામદારોને ઉપરથી સીધા જ બહાર લઈ જઈ શકાય.
આ પણ જુઓ :ભારતીય રેલવેની એક સ્ટેશન એક ઉત્પાદન યોજનાથી વિક્રેતાઓ અને ગ્રાહકોને થઇ રહ્યો છે લાભ