ઉત્તરકાશી: રેસ્ક્યુ ઓપરેશનમાં ઓગર મશીન ફસાયું, હવે વર્ટિકલ ડ્રિલિંગ થશે
- કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતું ઓગર મશીન ફરી એકવાર ટનલમાં ફસાઈ ગયું છે.
ઉત્તરકાશી, 25 નવેમ્બર: ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે છેલ્લા 14 દિવસથી પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ બચાવ કામગીરીના માર્ગમાં વારંવાર અવરોધોને કારણે મજૂરોને બચાવવા માટે કોઈ રસ્તો બનાવવામાં આવ્યો નથી. તાજા મળતા સમાચાર પ્રમાણે ટનલમાં ઓગર મશીન દ્વારા ઓપરેશન કરવું હવે ઘણું મુશ્કેલ બની ગયું છે. મશીન સામે અત્યાર સુધીનો સૌથી મોટો અવરોધ સામે આવ્યો છે.
સરિયાની જાળમાં ફસાયું ઓગર મશીન
શુક્રવારની સાંજે ડ્રિલિંગ દરમિયાન મશીનની સામે સરિયાની જાળ આવી જતાં ઓગર મશીનની બ્લેડ સરિયાની જાળમાં ખરાબ રીતે ફસાઈ ગઈ છે. ઓગર મશીનનો આગળનો ભાગ લોખંડની પાઇપના છેડે ખરાબ રીતે અટવાઇ ગયો છે. આ મશીનના સંચાલનમાં અત્યાર સુધીની આ સૌથી મોટી મુશ્કેલી છે.
ઓગર મશીનની બ્લેડોને સરિયાની જાળમાંથી ખરાબ હાલતમાં બહાર કાઢવામાં આવી છે.
#WATCH उत्तराखंड (उत्तराखंड): ऑगर मशीन के क्षतिग्रस्त ब्लेडों को सुरंग से बाहर निकाला गया। pic.twitter.com/7MSSHwkIR7
— ANI_HindiNews (@AHindinews) November 25, 2023
હવે થશે વર્ટિકલ ડ્રિલિંગ
મશીનમાં પાઈપ દબાવીને કાટમાળમાં લઈ જવાની ક્ષમતા છે, પરંતુ સરિયાના જાળના કારણે આ માર્ગ પણ બંધ થઈ ગયો છે. હવે થોડી વારમાં ઘટના સ્થળે જ મિંટીગ થશે, જેમાં વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. ONGC, SGVNL હવે વર્ટિકલ ડ્રિલિંગ માટે તૈયારી કરી રહ્યા છે. SJVN અને ONGCની ટીમો ટનલની ઉપરની ટેકરી પર પહોંચી ગઈ છે. ડ્રિલિંગ મશીન આવતાની સાથે જ વર્ટિકલ ડ્રિલિંગનું કામ શરૂ થઈ જશે.
વર્ટિકલ ડ્રિલિંગ માટેનું મશીન જગ્યા પર પહોંચી ગયું છે અને હવે તેને ટેકરી ઉપર ચડાવવાની તૈયારી કરવામાં આવશે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા વર્ટિકલ ડ્રિલિંગના સ્થળે પહોંચવા માટે રોડ તૈયાર કરવામાં આવ્યો છે અને હવે ટ્રેકને મજબૂત કરવા માટે સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે. ત્યાર બાદ તેને પહોંચાડવામાં આવશે. થોડા સમય બાદ બેઠકમાં વર્ટિકલ ડ્રિલિંગ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
12 નવેમ્બરથી કામદારો ફસાયેલા છે
ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલી ટનલ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ચારધામ ‘ઓલ વેધર રોડ’ પ્રોજેક્ટનો એક ભાગ છે. બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી આ ટનલ 4.5 કિલોમીટર લાંબી છે. 12 નવેમ્બરે ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે કામદારો ટનલની અંદર ફસાઈ ગયા હતા. તેમને મુક્ત કરવા માટે 10 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ ખાસ સફળતા મળી નથી.
8 રાજ્યોના 41 મજૂરો ટનલમાં ફસાયા છે
ઉત્તરકાશીની ટનલમાં 8 રાજ્યોના 41 મજૂરો ફસાયા છે. જેમાં ઉત્તરાખંડના 2, હિમાચલ પ્રદેશના 1, યુપીના 8, બિહારના 5, પશ્ચિમ બંગાળના 3, આસામના 2, ઝારખંડના 15 અને ઓડિશાના 5 મજૂરો ફસાયા છે.
આ પણ વાંચો: દિલ્હીમાં મોટી દુર્ઘટના : ઘરની દિવાલ ધરાશાયી થતાં નીચે દબાઈને બે બાળકોના મૃત્યુ