ઉત્તરાયણ: 14 જાન્યુઆરીએ વિચિત્ર સંયોગ સર્જાશે, જાણો શું થશે અસર
ગુજરાતમાં હાલ કમૂરતા ચાલી રહ્યાં છે. જ્યોતીષોના જણાવ્યા પ્રમાણે હાલ કોઇ લગ્નપ્રસંગના શુભકામ થશે નહી. પણ ઉત્તરાયણથી કમૂરતા ઉતરતા શુભ કામની શરૂઆત થઇ જાય છે. પણ આ વખતે 14 જાન્યુઆરીએ રાત્રિએ 8.46 વાગ્યે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થશે. તેથી મકરસંક્રાતિ તો 14મીએ જ ઊજવાશે પણ સૂર્યદેવ મોડી સાંજે મકર રાશિમાં પ્રવેશશે. તેથી આ વર્ષે સક્રાંતિનું વાહન વાઘ, ઉપવાહન અશ્વ છે. જેમાં વરસાદ મધ્યમથી સારો રહેશે.
આ પણ વાંચો: ખાનગી સ્કૂલોની ફી વધતા કેટલાક વાલીઓએ લીધો જબરદસ્ત નિર્ણય, મફતમાં મળવે છે શિક્ષણ
આ વર્ષે મકરસંક્રાતિનું વાહન વાઘ અને ઉપવાહન અશ્વ
14 જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી સાથે જ આકાશ આખુ રંગબેરંગી પતંગોથી છવાઇ જશે. ઉત્તરાયણની તૈયારી વચ્ચે પતંગ બજારમાં ચહેલપહેલ જોવા મળી રહી છે. જોકે, ઉત્તરાયણની સાથે જ હિન્દુ સમુદાયમાં ધાર્મિક રીતે મહાત્મય ધરાવતા મકરસંક્રાતિ પર્વની પણ ઉજવણી થશે, પરંતુ આ વર્ષે 14 જાન્યુઆરીએ વિચિત્ર સંયોગ સર્જશે. જેમાં કમૂરતા રાત્રિએ 8.46 વાગ્યે ઉતરશે. સૂર્યદેવ મોડી સાંજે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ વર્ષે મકરસંક્રાતિનું વાહન વાઘ અને ઉપવાહન અશ્વ હોવાની સાથે આગામી ચોમાસાની સિઝનમાં વરસાદ મધ્યમ રહેવાનો મત જ્યોતિષી આપી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વૈભવી મકાનની માગ વધી, જાણો શું છે કારણ
રાત્રિએ 8.46 વાગ્યે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થશે
મકરસંક્રાતિની ધાર્મિક રીતે ઉજવણી સાથે જ સેવા, દાન-પુણ્યનો મહિમા વર્ણવાયો છે. મકરસંક્રાતિએ સૂર્યદેવ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. ધન રાશિમાંથી ભ્રમણ થવાની સાથે જ ધનારક કમૂરતા પૂરા થાય છે. આ વર્ષે 14 જાન્યુઆરીએ રાત્રિએ 8.46 વાગ્યે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થશે. ગત 16 જાન્યુઆરીએ સવારે 9.59 વાગ્યે સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારક એટલે કે કમૂરતા પૂર્ણ થયા હતા. એક મહિના સુધી લગ્ન સહિતના શુભ કાર્યો વર્જિત રહ્યા બાદ હવે 14 જાન્યુઆરીએ રાત્રિએ 8.46 વાગ્યે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ સાથે ધનારક સમાપ્ત થશે. ત્યાર બાદ શુભ કાર્યોનો આરંભ થશે.