ઉત્તરાખંડના ચંપાવતમાં એક બસ નદીમાં તણાઈ હોવાની ઘટના બની છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ખુબ જ ડરામણો છે. જેને જોતા જ લોકો ફફડી ઉઠે છે.
उत्तराखंड के चंपावत में बह गई स्कूल बस pic.twitter.com/hS8pHtBgNq
— अजीत तिवारी (@ajittiwari24) July 19, 2022
સ્કુલ બસ પાણીના પ્રવાહમાં તણાઈ
ચંપાવતમાં એક પુલ પરથી નદીના પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો તે દરમીયાન સ્કુલ બસ તેમાંથી પસાર થાય છે જો કે સ્કુલ બસ બરોબર પુલની વચોવચ આવે છે ત્યાં જ તે ફંટાવા લાગે છે અને જોતજોતામાં બસ તણાઈને પુલ પરથી નદીમાં ખાબકે છે. જો કે સદનસીબે સ્કુલ બસમાં બાળકો ના હતા જેથી મોટી દુર્ઘટના ઘટતા ઘટતા રહી ગઈ અને ડ્રાઈવરનો પણ બચાવ થયો. જેથી મોટી જાનહાની ટળી હતી.
ઉતરાખંડમાં ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જારી
તમને જણાવી દઈએ કે આગામી કેટલાક દિવસો સુધી ઉત્તરાખંડ પર સંકટના ઘેરા વાદળો છવાયેલા રહેશે. ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે હાઈવે પરનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને લોકો અટવાઈ પડ્યા છે. હજુ થોડા દિવસો સુધી પહાડી રાજ્યોએ હવામાનના આક્રમણને સહન કરવું પડશે.