ઉત્તરાખંડના તરસેમ સિંહ હત્યાકાંડના શાર્પશૂટરને એન્કાઉન્ટરમાં ઠાર મરાયો, બીજો આરોપી ફરાર
- આરોપી શાર્પશૂટર અમરજીત સિંહ વિરુદ્ધ 16થી વધુ કેસ નોંધાયેલા છે
ઉત્તરાખંડ, 9 એપ્રિલ: ઉત્તરાખંડના નાનકમત્તા ગુરુદ્વારા સાહિબ કાર સેવા ડેરા પ્રમુખ બાબા તરસેમ સિંહની 28 માર્ચે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે કેસમાં હવે હત્યાનો મુખ્ય આરોપી શાર્પશૂટર STF અને હરિદ્વાર પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. 28 માર્ચે બાબા તરસેમ સિંહની ગોળી મારીને હત્યા કરનાર શાર્પશૂટર અમરજીત સિંહ ઉર્ફે બિટ્ટુને ઉત્તરાખંડ STF અને હરિદ્વાર પોલીસે ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. અમરજીત સિંહ વિરુદ્ધ 16 થી વધુ કેસ નોંધાયેલા છે. આ દરમિયાન હત્યારાનો અન્ય સાથી ફરાર થઈ ગયો છે. STF અને પોલીસ શોધખોળમાં લાગેલી છે.
Baba Tarsem Singh’s murder: Main accused Amarjit Singh killed in encounter, says Uttarakhand DGP
Read @ANI Story | https://t.co/sA9RZ2sv7d#BabaTarsemSingh #AmarjitSingh #Encounter #Uttarakhand pic.twitter.com/f3V4w9Lgm4
— ANI Digital (@ani_digital) April 9, 2024
મુખ્યમંત્રીએ કાર્યવાહીના આદેશ આપ્યા હતા
ઉત્તરાખંડના DGP અભિનવ કુમારે કહ્યું કે, જો ઉત્તરાખંડમાં આવા જઘન્ય ગુનાઓ આચરવામાં આવશે તો પોલીસ ગુનેગારો સાથે કડક કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે, બાબાની હત્યાને ઉત્તરાખંડ પોલીસ અને STF દ્વારા પડકાર તરીકે લેવામાં આવી હતી અને પોલીસ બંને આરોપીઓને સતત શોધી રહી હતી. બાબા તરસેમ સિંહ હત્યા કેસ બાદથી આ મામલો સતત ગરમાયો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. બાબા તરસેમ સિંહની હત્યા બાદ શીખ સમુદાયમાં નારાજગી છે.
એક ગોળી પેટમાં, એક કાંડામાં અને એક હાથમાં મારી હતી!
ઉલ્લેખનીય છે કે, 28 માર્ચે બાબા તરસેમ સિંહની બાઇક પર આવેલા બે બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના નાનકમત્તા સાહિબ ગુરુદ્વારાની બહાર બની હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાબાને 28 માર્ચે સવારે 6:30 થી 7:00 વાગ્યાની વચ્ચે ગોળી વાગી હતી, ત્યારબાદ તેમને ખાતિમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર સેવાના વડા બાબા તરસેમને પેટમાં, એક કાંડામાં અને એક હાથમાં ગોળી વાગી હતી. તરસેમ સિંહને જોવા માટે હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.
આ પણ જુઓ: આજે પણ દ્રૌપદીનું ચીરહરણ થાય છે: મહિલાની અર્ધનગ્ન હાલતમાં પરેડ પર HCની કડક ટિપ્પણી