ગુજરાતટોપ ન્યૂઝ

ઉત્તરાખંડ: ભૂસ્ખલન થતાં પથ્થર ગાડી પર પડ્યો, 4 અમદાવાદીઓના મોત

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગથી એક દર્દનાક સમાચાર આવી રહ્યા છે. અહીં 10 ઓગસ્ટે ભૂસ્ખલનમાં 5 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, રૂદ્રપ્રયાગના ફાટા પાસે 10 ઓગસ્ટે ભૂસ્ખલનને કારણે રોડ પર કાટમાળ જમા થઈ ગયો હતો. આ અંગેની માહિતી મોડી મળતાં રાત્રે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે રોડ પરથી કાટમાળ હટાવવામાં આવ્યો ત્યારે નીચે એક કાર દટાયેલી જોવા મળી હતી, જેમાં 5 લોકો મુસાફરી કરી રહ્યા હતા. કારમાં સવાર તમામ લોકોના મોત થયા છે.

રૂદ્રપ્રયાગમાં  ભૂસ્ખલન થતા  કાર દટાઈ, 5ના મોત 

રુદ્રપ્રયાગમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે 10 ઓગસ્ટની સાંજે, એક કાર ફાટા નજીક રસ્તાના ઉપરના ભાગથી આવતા ભારે ખડકો અને કાટમાળથી અથડાઈ હતી. કાટમાળમાં એક વાહન દટાયું હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ તહસીલદાર ઉખીમઠ ડીડીઆરએફ, એસડીઆરએફ, પોલીસની ટીમ સતત બચાવ કામગીરીમાં લાગી હતી.

અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં 4 અમદાવાદના રહેવાસી

રાજવાને કહ્યું કે આજે સવારે ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જ્યારે જેસીબી દ્વારા કાટમાળ હટાવવામાં આવ્યો ત્યારે એક કાર મળી આવી હતી, જેમાં 5 લોકો સવાર હતા, જેઓ વાહનમાં મૃત મળી આવ્યા હતા. અકસ્માતમાં મૃતકોની ઓળખ જીગર આર. મોદી, દેસાઈ મહેશ, મનીષ કુમાર, મિન્ટુ કુમાર, પરીક દિવ્યાંશ. આ તમામ લોકોની ઓળખ તેમની પાસેથી મળી આવેલા દસ્તાવેજો પરથી થઈ છે.મૃતદેહ સાથે મળી આવેલા ઓળખ પત્ર મુજબ 3 લોકો ગુજરાતના અને 1 વ્યક્તિ હરિદ્વારનો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદ :બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત અંગે PM મોદીએ શોક વ્યક્ત કર્યો, સહાયની જાહેરાત

કાટમાળ હટાવવા જતા દટાયેલી કાર મળી

અહેવાલો અનુસાર, જ્યારે પહાડી પરથી કાટમાળ અને પથ્થરો વાહન પર પડ્યા, ત્યારે અનુમાન લગાવવામાં આવ્યું કે કાર ત્યાંથી પહેલા પસાર થઈ હશે. પરંતુ જ્યારે ધૂળ સ્થિર થઈ, ત્યારે જાણવા મળ્યું કે કાર સંપૂર્ણપણે પથ્થરો અને કાટમાળમાં ફસાઈ ગઈ હતી રસ્તો સાફ કરવા માટે કાટમાળ હટાવવામાં આવી રહ્યો હતો ત્યારે એક વાહન નંબર UK 07 TB 6315 (Swift DZire) કાટમાળ નીચે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું.

બચાવ ટીમો કામે લાગી 

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે માહિતી આપી છે કે 10 ઓગસ્ટ, 2023ની સાંજે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ તહસીલદાર ઉખીમઠ ડીડીઆરએફ, એસડીઆરએફ, પોલીસની ટીમે બચાવ કાર્ય ચાલુ રાખ્યું હતું. જાણકારી મુજબ અમદાવાદ મણિનગર ના રહેવાસી જીગર મોદી સહીત બીજા 4 લોકો હરિદ્વાર થી કેદારનાથ ગાડી લઇ ને જતા ગાડી પર જ લેન્ડસ્કેપિંગ થયુ ને 5 લોકો ના મોત થયા હતા.

આ પણ વાંચો : બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત : મૃતકોમાં 6 કપડવંજના, 3 બાલાસિનોર, 1 કઠલાલના હોવાનું સામે આવ્યું

Back to top button