ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તરાખંડની ધરા ફરી ધ્રુજી, પિથોરાગઢમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ

  • ઉત્તરાખંડના પિથોરાગઢ નજીક 4.0ની તીવ્રતાનો ભૂકંપ 
  • સોમવારે સવારે 9:11 કલાકે અનુભવાયા ભૂકંપના આંચકા  
  • કેન્દ્રબિંદુ પિથોરાગઢથી 48 કિમી ઉત્તર-પૂર્વમાં 5 કિમીની ઊંડાઈએ નોંધાયું 

ઉત્તરાખંડમાં ભૂકંપના કારણે ફરી ધરતી ધ્રૂજી ઉઠી છે. જેમાં રાજ્યના પિથોરાગઢ નજીક સોમવારે સવારે 9:11 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે, જે બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પિથોરાગઢથી 48 કિમી ઉત્તર-પૂર્વમાં 5 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. આ ભૂકંપમાં કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકો પણ ચિંતિત છે.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી

નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, પિથોરાગઢમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી છે. તે પિથોરાગઢથી 48 કિમી ઉત્તર-પૂર્વમાં 5 કિમીની ઊંડાઈએ આવી હતી. ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકો ગભરાઈ ગયા હતા અને પોતાના ઘરની બહાર આવી ગયા હતા.  ત્યારબાદ આજુબાજુમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ 5 ઓક્ટોબરે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરકાશીમાં સવારે ચાર વાગ્યાની આસપાસ ધરતી ધ્રૂજવા લાગી હતી. તે સમયે લોકો ગાઢ ઊંઘમાં હતા ત્યારે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આવી સ્થિતિમાં, લોકોને વધુ ખબર ન હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેણે વૈજ્ઞાનિકોને ચિંતામાં મૂકી દીધા છે.

દિલ્હી NCRમાં રવિવારે અનુભવાયા ભૂકંપના આંચકા

આ પહેલા રવિવારે સાંજે પણ દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.1 રિક્ટર નોંધાઈ હતી. દિલ્હીની સાથે નોઇડા અને ગાઝિયાબાદમાં પણ ધરા ધ્રુજી ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાના ફરિદાબાદમાં લગભગ દસ કિમી ઊંડાઈએ નોંધાયું હતું. બે અઠવાડિયામાં આ ત્રીજી વખત દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો પોતાના ઘરોથી બહાર રોડ પર દોડી આવ્યા હતા. આ પહેલા 3 ઑક્ટોબરે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ ભૂકંપ આવ્યો હતો.

 

આ પણ જુઓ :દિલ્હી-NCRમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Back to top button