ના ઓવરસ્પીડ, ના ઊંઘ… આ કારણે પંતની કારનો થયો અકસ્માત, પોલીસે જણાવ્યું કારણ
ભારતીય વિકેટકીપર ઋષભ પંત કાર અકસ્માત બાદથી ચર્ચામાં છે. ચાહકો અને દિગ્ગજ ક્રિકેટરો પંત માટે પ્રાર્થના કરી રહ્યા છે. પંતના જીવને કોઈ ખતરો નથી પરંતુ તેને ઘણી ઈજાઓ થઈ છે. પંત છેલ્લા ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે. પંતના અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ અંગે જુદા જુદા દાવા કરવામાં આવી રહ્યા છે. જો કે હવે ઉત્તરાખંડ પોલીસે આ અંગે એક મોટું અપડેટ આપ્યું છે.
પોલીસે નિવેદન જાહેર કર્યું
હરિદ્વારના એસએસપી અજય સિંહે કહ્યું, ‘અમે 8થી 10 વખત નરસાન બોર્ડરના કેમેરા ચેક કર્યા છે. પંતની કાર સ્પીડ લિમિટની બહાર નહોતી. નેશનલ હાઈવે પર સ્પીડ લિમિટ 80 કિમી પ્રતિ કલાક છે. સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે કાર ખૂબ જ સ્પીડમાં જઈ રહી હતી, પરંતુ આવું એટલા માટે લાગી રહ્યું છે કારણકે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. હાલ, અમારી ટેકનિકલ ટીમે અકસ્માત સ્થળની તપાસ કરી છે. પંત વધુ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો તે દર્શાવવા માટે અમને કોઈ પુરાવા મળ્યા નથી.
ઋષભ પંત નશામાં ન હતો
આ સાથે તેણે વધુ સ્પષ્ટતા કરી હતી કે ઋષભ પંત નશામાં ન હતો. તેણે લખ્યું, ‘જો તે નશામાં હોત તો દિલ્હીથી 200 કિલોમીટર કેવી રીતે ચલાવી શક્યો હોત. પંત પોતે કાર ચલાવી રહ્યો હતો જો તે નશામાં હોત તો આટલા બધા કિલોમીટર સુધી ડ્રાઈવિંગ ન કરી શક્યો હોત.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કે કાર ખૂબ જ ઝડપે ડિવાઈડર સાથે અથડાઈ હતી.