ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તરાખંડ: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, ગરુડચટ્ટીમાં થયેલા આ અકસ્માતમાં પાયલોટ સહિત 6ના મોત

Text To Speech

ઉત્તરાખંડમાં મંગળવારે કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થતા મોટી દૂર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. આ અકસ્માત કેદારનાથથી 2 કિમી દૂર ગરુડચટ્ટીમાં થયો હતો. હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું એક કારણ ખરાબ હવામાન હોવાનું માનવામાં આવે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું. હેલિકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ માટે ટેકઓફ થયું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 6 લોકો સવાર હતા. જ્યારે આ હેલિકોપ્ટર કેદાર ઘાટી તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા.

દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન હોઈ શકે છે

કેદારનાથના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અહીં ખૂબ જ ઝડપથી વરસાદ પડી રહ્યો છે. માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું. આ પછી અમારી ફ્લાઈટ પણ બંધ થઈ ગઈ. અમને કહેવામાં આવ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ફ્લાઇટ હમણાં જ બંધ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ હેલિકોપ્ટરમાં મુસાફરો જ સવાર હતા.

21-22 ઓક્ટોબરે PM મોદીની મુલાકાત

આ ઘટના એવા સમયે બની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેશે. PM મોદી 21 ઓક્ટોબરે કેદારનાથ જશે. તે કેદારનાથ પહોંચશે અને ત્યાં ચાલી રહેલી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે. બાબા કેદારના દર્શન કર્યા બાદ પીએમ મોદી બદ્રીનાથની પણ મુલાકાત લેશે. 21 ઓક્ટોબરે કેદારનાથની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી ત્યાં રાત રોકાશે. આ પછી બીજા દિવસે એટલે કે 22 ઓક્ટોબરે તેઓ બદ્રીનાથ જશે.

આ પણ વાંચો : એસટી બસમાં એકાએક આગ લાગતા બસ સંપૂર્ણપણે બળીને ખાક, તમામ 15 જેટલાં મુસાફરો સુરક્ષિત

Back to top button