ઉત્તરાખંડમાં UCCની પ્રક્રિયા શરૂઃ કાયદાનો ડ્રાફ્ટ CM ધામીને સોંપાયો, જાણો તેની જોગવાઇઓ
- 400 કલમો અને છોકરીઓના લગ્નની કાયદેસરની ઉંમર 21 વર્ષની જોગવાઈ
- આવતીકાલે શનિવારે મળનારી કેબિનેટ બેઠકમાં સરકાર દ્વારા આપવામાં આવશે મંજૂરી
ઉત્તરાખંડ, 2 ફેબ્રુઆરી: ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા(યુનિફોર્મ સિવિલ કોડ-UCC) લાગુ કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે. મુખ્ય સેવક સદન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં UCC સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈએ મુસદ્દા સમિતિના સભ્યો સાથે આજે શુક્રવારે સવારે 11 વાગ્યે UCC ડ્રાફ્ટ રિપોર્ટ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને સુપરત કર્યો હતો. સરકારે 27 મે 2022ના રોજ UCC માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી. હવે આવતીકાલે શનિવારે મળનારી કેબિનેટ બેઠકમાં સરકાર તેને મંજૂરી આપશે. ઉલ્લેખનીય છે કે, ધામી સરકાર UCCને 6 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બિલ તરીકે રજૂ કરી શકે તેવી સંભાવના રહેલી છે.
उत्तराखण्ड की देवतुल्य जनता के समक्ष रखे गए संकल्प के अनुरूप समान नागरिक संहिता लागू करने की दिशा में आगे बढ़ते हुए आज देहरादून में UCC ड्राफ्ट तैयार करने के उद्देश्य से गठित कमेटी से मसौदा प्राप्त हुआ।
आगामी विधानसभा सत्र में समान नागरिक संहिता का विधेयक पेश किया जाएगा और… pic.twitter.com/XaEdf5ynqB
— Pushkar Singh Dhami (@pushkardhami) February 2, 2024
LIVE: देहरादून में समान नागरिक संहिता (UCC) के ड्राफ्ट को गठित कमेटी द्वारा प्रदेश सरकार को सौंपे जाने के उपलक्ष्य में आयोजित कार्यक्रम #UCCInUttarakhand
https://t.co/V7mNsqLGcY— Pushkar Singh Dhami (@pushkardhami) February 2, 2024
#WATCH | The UCC Expert Committee constituted by the Uttarakhand Government meets CM Pushkar Singh Dhami before the submission of their draft report.
After the approval of the UCC draft report in the Cabinet meeting tomorrow, it is expected to be tabled in the Assembly on 6th… pic.twitter.com/lEM7z9cA2a
— ANI (@ANI) February 2, 2024
UCCની જોગવાઈઓ કેવી હશે?
દેહરાદૂનમાં UCC ઓફિસ છેલ્લા ત્રણ દિવસથી દિવસમાં 15 કલાકથી વધુ કામ કરે છે. કમિટીના સભ્યો અહેવાલ તૈયાર કરવામાં દિવસ-રાત સક્રિય છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ડ્રાફ્ટમાં 400થી વધુ કલમો સામેલ હોઈ શકે છે, જેનો ઉદ્દેશ્ય પરંપરાગત રિવાજોથી ઉદ્ભવતી વિસંગતતાઓને દૂર કરવાનો છે. અહીં કેટલીક જોગવાઈઓ છે જે UCCમાં જોઈ શકાય છે.
- યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થયા બાદ બહુપત્નીત્વ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવશે.
- છોકરીઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર 21 વર્ષ નક્કી થઈ શકે છે.
- લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકોએ તેમની માહિતી આપવી ફરજિયાત રહેશે અને આવા સંબંધોમાં રહેતા લોકોએ તેમના માતા-પિતાને માહિતી આપવી પડશે.
- લિવ-ઇન રિલેશનશિપમાં રહેનારા લોકો માટે પોલીસ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે.
- લગ્ન પછી ફરજિયાત નોંધણીની જરૂર પડી શકે છે. દરેક લગ્નની નોંધણી સંબંધિત ગામ અથવા શહેરમાં કરવામાં આવશે અને નોંધણી વિના લગ્ન અમાન્ય ગણવામાં આવશે.
- જો લગ્ન નોંધાયેલા નથી, તો તમે કોઈપણ સરકારી સુવિધાથી વંચિત રહી શકો છો.
- મુસ્લિમ મહિલાઓને પણ બાળકો દત્તક લેવાનો અધિકાર મળશે અને દત્તક લેવાની પ્રક્રિયા સરળ હશે.
- છોકરીઓને પણ છોકરાઓની જેમ વારસામાં સમાન અધિકાર મળશે.
- મુસ્લિમ સમુદાયમાં ‘ઇદ્દત’ જેવી પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
- પતિ અને પત્ની બંનેને છૂટાછેડાની પ્રક્રિયામાં સમાન હક મળશે.
- નોકરી કરતા પુત્રના મૃત્યુના કિસ્સામાં વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી પત્નીની રહેશે અને તેને વળતર મળશે.
- પતિના મૃત્યુની સ્થિતિમાં જો પત્ની ફરીથી લગ્ન કરે છે, તો પ્રાપ્ત વળતર તેના માતા-પિતા સાથે વહેંચવામાં આવશે.
- જો પત્નીનું અવસાન થાય અને તેના માતા-પિતાને કોઈ આધાર(સહારો) ન મળે તો તેની કાળજી(દેખરેખ) રાખવાની જવાબદારી પતિની રહેશે.
- અનાથ બાળકો માટે વાલીપણા માટેની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.
- પતિ-પત્ની વચ્ચેના વિવાદના કિસ્સામાં બાળકોની કસ્ટડી તેમના દાદા-દાદીને આપવામાં આવશે.
- બાળકોની સંખ્યાની મર્યાદા નક્કી કરવા સહિત વસ્તી નિયંત્રણ માટેની જોગવાઈઓ લાવવામાં આવશે.
- સમગ્ર ડ્રાફ્ટ મહિલા-કેન્દ્રિત જોગવાઈઓ પર ધ્યાન કેન્દ્રિત રહેશે. આદિવાસી લોકોને UCCમાંથી મુક્તિ મળે તેવી શક્યતા છે.
સરકારે 2022માં આ નિર્ણય લીધો હતો
માર્ચ 2022માં સરકારની રચના પછી તરત જ કેબિનેટની પ્રથમ બેઠકમાં, યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. જો અમલ કરવામાં આવે તો આઝાદી બાદ UCC લાગુ કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બનશે. ગોવામાં પોર્ટુગીઝ શાસનના સમયથી UCCનો કાયદો અમલમાં છે.
સમિતિને ચાર વખત એક્સટેન્શન આપવામાં આવ્યું હતું
UCC હેઠળ, લગ્ન, છૂટાછેડા, જમીન, મિલકત અને વારસાના સમાન કાયદા રાજ્યના તમામ નાગરિકોને લાગુ પડશે, પછી ભલે તેઓ કોઈપણ ધર્મનું પાલન કરતા હોય. નિવૃત્ત ન્યાયાધીશ દેસાઈ ઉપરાંત, UCC નિષ્ણાત સમિતિમાં નિવૃત્ત ન્યાયાધીશ પ્રમોદ કોહલી, સામાજિક કાર્યકર્તા મનુ ગૌર, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્નસિંહ અને દૂન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સુરેખા ડાંગવાલનો પણ સમાવેશ થાય છે. આ સમિતિને કુલ ચાર એક્સટેન્શન પણ આપવામાં આવ્યા હતા, જેમાંથી છેલ્લું જાન્યુઆરીમાં 15 દિવસ માટે આપવામાં આવ્યું હતું.
આ પણ જુઓ: હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટનો ઝટકો, ધરપકડ વિરુદ્ધની અરજી સાંભળવા ઇનકાર