નેશનલ

ઉત્તરાખંડઃ ખીણમાં ખાબકેલી જાનૈયાની બસનો મૃત્યુઆંક 25 થયો, SDRF-પોલીસે આખી રાત બચાવ કામગીરી કરી 21ને બચાવ્યા

Text To Speech

ઉત્તરાખંડઃ મંગળવાર ઉત્તરાખંડ માટે અમંગળ સાબિત થયો છે. પૌડી જિલ્લામાં જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. DGP અશોક કુમારના જણાવ્યા અનુસાર, ખીણમાંથી અત્યાર સુધીમાં 25 મૃતદેહો મળી આવ્યા છે. બસમાં લગભગ 45 લોકો સવાર હતા.

મળતી માહિતી મુજબ, હરિદ્વાર જિલ્લાના લાલધાંગના કાટેવડ ગામથી પૌડીના કાંડા તલ્લા જઈ રહેલી બસ લેન્સડાઉનના સિમડી ગામ પાસે લગભગ સાડા ત્રણસો મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. મોડી રાત સુધીમાં 12 જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

આખી રાત બચાવ કામગીરી કરાઈ
ઉત્તરાખંડના DGP અશોક કુમારે કહ્યું છે કે મંગળવારે રાત્રે પૌડીમાં થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. પોલીસ અને SDRFએ રાતભર બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

BUS ACCIDENT
ઉત્તરાખંડના DGP અશોક કુમારે કહ્યું છે કે મંગળવારે રાત્રે પૌડીમાં થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. પોલીસ અને SDRFએ રાતભર બચાવ કામગીરી હાથ ધરી હતી.

CM ધામી ઘટનાસ્થળની મુલાકાત લેશે
જિલ્લા મેજિસ્ટ્રેટે રાહત કાર્ય વિશે પૂછપરછ કરી હતી. ધૂમકોટ પોલીસ સ્ટેશનના પ્રભારી દીપક તિવારીએ જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા 20 લોકોને રિખનીખાલ હેલ્થ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં સારવાર દરમિયાન ત્રણ ઘાયલોના મોત થયા હોવાનું જણાવ્યું હતું. તે જ સમયે, ઘટના સ્થળથી થોડે દૂર દુનાઓ ગામમાં હેલિપેડ બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઘટનાસ્થળે પહોંચવાના છે. અહીં તેમનું હેલિકોપ્ટર લેન્ડ થશે.

BUS ACCIDENT
અકસ્માતનો ભોગ બનેલી બસ હરિદ્વાર જિલ્લાના લાલધાંગથી બિરોંખાલ બ્લોક હેઠળના કાંડા તલ્લા ગામ જઈ રહી હતી.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમના બુધવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. તેઓ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પીડિતોની સ્થિતિ વિશે પૂછશે. દુર્ઘટના બાદ સીએમ મંગળવારે સાંજે સચિવાલય સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને અકસ્માત અંગે પૂછપરછ કરી હતી. તેમણે સચિવાલય ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ધામીએ લેન્સડાઉનના ધારાસભ્ય દિલીપ રાવત સાથે ફોન પર વાત કરી હતી. મુખ્ય પ્રધાન ધામીએ પૌડીના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી પણ ફોન પર રાહત બચાવ વિશે માહિતી લીધી હતી. આ દરમિયાન તેમણે રાહત બચાવમાં કોઈ વિલંબ ન થવા દેવાની સૂચના આપી હતી.

હરિદ્વારથી જાન લઈને જઈ રહી હતી બસ
અકસ્માતનો ભોગ બનેલી બસ હરિદ્વાર જિલ્લાના લાલધાંગથી બિરોંખાલ બ્લોક હેઠળના કાંડા તલ્લા ગામ જઈ રહી હતી.

Back to top button