ટોપ ન્યૂઝનેશનલ

માતા-પિતાએ પુત્ર-પુત્રવધૂ પર કેસ કર્યો, કહ્યું કાં તો પૌત્ર-પૌત્રી આપો નહીંતર 5 કરોડ!

Text To Speech

ઉત્તરાખંડના હરિદ્વારમાં એક માતા-પિતાએ પોતાના જ પુત્ર અને પુત્રવધૂ વિરૂદ્ધ કેસ કરી દીધો છે અને 5 કરોડની માગ કરી છે. આ કેસ કોઈ સંપત્તિના ઝઘડા કે ઘરમાંથી કાઢી મુકવા જેવી વાતને લઈને નહીં પણ પુત્ર-પુત્રવધૂએ લગ્નના 6 વર્ષ બાદ પણ તેમને દાદા-દાદી ન બનાવતા કરવામાં આવ્યો છે. વિચિત્ર કહી શકાય તેવો આ કેસ છે. વૃદ્ધ માતા-પિતાએ પુત્ર અને પુત્રવધૂને પૌત્ર-પૌત્રીનું સુખ ન મળવાને કારણે કોર્ટમાં અરજી કરી છે. તેમને કોર્ટમાં પુત્રને ભણાવવા ગણાવવા અને તેના પાલન પોષણમાં ખર્ચ કરવામાં આવેલા 5 કરોડ રૂપિયા પરત અપાવવાની અરજી કરી છે. વૃદ્ધ દંપતીની અરજી પર કોર્ટ 17 મેનાં રોજ સુનાવણી કરશે.

વૃદ્ધ દંપતીને એક જ પુત્ર છે
વૃદ્ધ દંપતીના વકીલ અરવિંદ કુમારે જણાવ્યું કે ફરિયાદકર્તા રંજન પ્રસાદ BHELમાં જોબ કરતા હતા અને રિટાયર્ડ થયા છે. તેઓ એક હાઉસિંગ સોસાયટીમાં રહે છે. શ્રેય તેમનો એકમાત્ર પુત્ર છે, જે પાયલટ છે. શ્રેયના લગ્ન વર્ષ 2016માં નોયડામાં રહેતી શુભાંગી સાથે થયા હતા. માતા-પિતાએ કોર્ટમાં કહ્યું કે લગ્નના 6 વર્ષ પછી પણ તેમના પુત્ર-પુત્રવધૂએ તેમને દાદા-દાદી બનાવવાનું સુખ નથી આપ્યું. આ કારણે તેમનું માનસિક સંતુલન ઠીક નથી રહેતું.

શ્રેયના લગ્ન વર્ષ 2016માં નોયડામાં રહેતી શુભાંગી સાથે થયા હતા

વૃદ્ધાવસ્થામાં એકલા જીવવું કોઈ ટોર્ચરથી ઓછું નથી
પૌત્ર-પૌત્રીના પ્રેમથી ચાહ રાખનાર વૃદ્ધ દંપતીએ કોર્ટમાં એવી પણ માગ કરી છે કે પુત્રના ઉછેરમાં તેમને લગભગ 5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પુત્ર તે પૈસા તેમને પરત કરે. પુત્ર-પુત્રવધૂના વલણથી નિરાશ રંજન પ્રસાદે કહ્યું- પુત્રને ભણાવ્યો-ગણાવ્યો, પરંતુ તે પછી પણ જો તેમને વૃદ્ધાવસ્થામાં એકલા જ જીવવાનું હોય તો આ તેમના માટે ટોર્ચર જેવું જ છે.

પુત્ર પાછળ જે ખર્ચ થયો તે પરત કરવા માગ
પિતાએ કહ્યું- મેં મારા પુત્ર પર તમામ પૈસા ખર્ચ કરી દીધા. અહીં સુધી કે તેને ભણાવવા માટે અમેરિકા પણ મોકલ્યો. મારી પાસે હવે કોઈ પૂંજી નથી વધી. અમે ઘર બનાવવા માટે બેંકમાંથી લોન લીધી છે અને ઘણાં જ પરેશાન છીએ. તેથી અમે અરજીમાં પુત્ર અને પુત્રવધૂ બંને પાસેથી 2.5-2.5 કરોડ રૂપિયાની માગ કરી છે.

Back to top button