ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તરાખંડ : નૈનીતાલમાં 32 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મૃત્યુ

Text To Speech
  • ઉત્તરાખંડના નૈનીતાલમાં મોટી બસ દુર્ઘટના સર્જાઇ
  • હરિયાણાથી નૈનીતાલ ફરવા આવેલા મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી
  • 7 ના નિપજ્યાં મૃત્યુ તો અન્ય લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

ઉત્તરાખંડના નૈનીતાલમાં કાલાધુંગી રોડ પર નલ્ની પાસે સોમવારે(9 ઓક્ટોબરે) મોટી બસ દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલો મુજબ, હરિયાણાથી નૈનીતાલ ફરવા આવેલા 32 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી છે. જેમાં અત્યારસુધીમાં 7 લોકોના મૃત્યુ થયાં છે. ઘટનાને પગલે પોલીસ, NDRF, SDRF સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પુરજોશમાં બચાવ કામગીરી કરીને કેટલાક લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. જ્યારે લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.

 

નૈનીતાલ ફરવા આવેલા મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી

નૈનીતાલના SSP પી.એન.મીનાના જણાવ્યા મુજબ, આપત્તિ નિયંત્રણ ખંડ નૈનીતાલ દ્વારા SDRFને સૂચના આપવામાં આવી હતી કે, “એક બસ કાલાઢૂંગી રોડ પર નાલનીમાં ખીણમાં ખાબકી છે, જેમાં 30થી 33 લોકો સવાર હોવાની આશંકા છે.” આ સૂચના બાદ કમાન્ડન્ટ અધિકારીએ SDRFની ટીમ ઘટના સ્થળે મોકલી હતી અને લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ ઘટનામાં 7 લોકોના મૃત્યુ થયાં છે જ્યારે અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

ઘટનાની જાણ થતાં SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બચાવ કામગીરી પુરજોશમાં કરી હતી. બસમાં સવાર લોકોમાંથી 18 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો :ભારતીય સૈન્યના ચોરાયેલા યુનિફોર્મ રાજસ્થાનના પોકરણમાંથી મળી આવ્યા, ચારની ધરપકડ

Back to top button