ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લગ્નમાં હાજરી આપવા ગયેલા યુુપીના મંત્રી સંજ્ય નિષાદ પર થયો હુમલો

  • યુપી સરકારમાં મત્સ્ય મંત્રી અને નિષાદ પાર્ટીના વડા છે  સંજય નિષાદ
  • પુત્ર પ્રવીણ નિષાદના મતવિસ્તારમાં લગ્નમાં હાજરી આપતા સમયે ટોળાએ કર્યો હુમલો
  • હુમલાથી ભડકેલા મંત્રી સહીત સમર્થકોએ ધરણા કરી પોલીસ સમક્ષ કરી કાર્યવાહીની માંગ

ઉત્તરપ્રદેશ,22 એપ્રિલ: એક લગ્નમાં મધરાતે જામેલી મહેફિલના મહેમાન બનેલા નિષાદ પાર્ટીના વડા અને કેબીનેટ મંત્રી સંજય નિષાદ અને તેમના સમર્થકો પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો જેમાં સંજય નિષાદ ઘાયલ થયા હતા. યુપીમાં સંત કબીરનગરમાં એક લગ્ન સમારંભમાં મોડી રાતે સંજય નિષાદ તેમના સમર્થકો સાથે મહેમાન બનીને પહોંચ્યા હતા. જેમાં તેમની સાથે હુમલાની ઘટના બનતા ઘાયલ થયા હતા. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા નિષાદ પાર્ટીના સાંસદ એન્જિનિયર પ્રવિણ નિષાદ સાથે પાર્ટીના અન્ય ત્રણ ધારાસભ્યો સહિત સમર્થકો જિલ્લા હોસ્પિટલમાં ગયા હતા. અને હુમલાખોરોની વિરોધમાં કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઘટનાથી સુચિત થતા એસપી સત્યજીત ગુપ્તાએ ફરીયાદ લખીને આ મામલે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.

પુત્રના સંસદીય મતવિસ્તારમાં ટોળાએ અચાનક કર્યો હુમલો

આ ઘટનાને લઈને સંજય નિષાદના સોશિયલ મીડિયા એકાઉન્ટથી એક પોસ્ટ પણ શેર કરવામાં આવી હતી. જેમાં લખ્યું છે કે, સંતકબીર નગર મોહમ્મદપુર કઠારના યાદવોએ મત્સ્ય મંત્રી અને નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. સંજય નિષાદ પર હુમલો કર્યો હતો.  ‘ જણાવાય છે કે સંજય નિષાદ પર 20-25 લોકોનો ટોળું હુમલો કરવા આવ્યું હતું. જેમાં મંત્રી સંજય નિષાદના નાકમાં ઈજા પહોંચતા લોહીલુહાણ થયા હતા.’ આ હુમલામાં પછી જીલ્લાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે પહોંચ્યા હતા. ત્યાં તેમના પુત્ર પ્રવીણ નિષાદ સમર્થકો સાથે પહોંચીને પિતા સાથે બનેલી ઘટના પર કાર્યવાહીની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા.  આ બાબતની જાણ થતાં જીલ્લાના એસપીએ ધરણા પર બેઠેલા લોકોની ફરીયાદ લઈને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.

સપાના સમર્થકોને ગણાવ્યા જવાબદાર

સંજય નિષાદ હાલમાં યુપી સરકારમાં મત્સ્ય મંત્રી  અને નિષાદ પાર્ટીના વડા છે અને તેમના પુત્ર એન્જીનીયર પ્રવીણ નિષાદ સંતકબીરનગરથી વર્તમાન સાંસદ છે. હાલમાં ભાજપે પ્રવીણ નિષાદને વર્તમાન સીટ પરથી જ લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. પોતાના મતવિસ્તારમાં આયોજીત એક લગ્નમાં હાજરી આપવા પહોંચેલા સંજય નિષાદ અને તેમના સમર્થકો પર હુમલો થયો હતો. આ હુમલાથી ગુસ્સે ભરાયેલાં પ્રવીણનિષાદ અને પાર્ટીના કાર્યકર્તાઓ હોસ્પિટલ અને પોલીસ ચોકીની બહાર ધરણા પર બેસી ગયા હતા. તેઓએ આ હુમલો માટે સમાજવાદી પાર્ટીના સમર્થક કેટલાક યાદવો પર આરોપ લગાવ્યો હતો. આથી સપા મુર્દાબાદના નારા લગાવીને સપાના કાર્યકર્તાઓ પર કાર્યવાહી કરવાની નિષાદ પાર્ટીના મંત્રી સહીત સમર્થકોએ માંગ કરી હતી. આ ઘટનાથી યુપીની રાજનીતિમાં પણ ગરમાવો આવ્યો છે. જોકે ઘટના પછી પોલીસે લેખિત ફરિયાદ લઈને લગભગ અડધો ડઝન લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો: સાબરકાંઠામાં ક્ષત્રિયો અને ભાજપના નેતાઓ વચ્ચે ઝપાઝપી, વીડિયો વાયરલ

Back to top button