ટ્રેન્ડિંગનેશનલ

ગજબનો ટોપીબાજ છે આ શિક્ષક, એક બે નહીં પણ આઠ મહિલા સાથે લગ્ન કર્યા, તેમના નામે 42 લાખની લોન પણ લઈ લીધી

સોનભદ્ર, 22 માર્ચ 2025: ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં લગ્ન કરાવતી મેટ્રોમોનિયલ સાઈટની મદદથી છેતરપીંડીનો મામલો સામે આવ્યો છે. આરોપી શખ્સ નોકરિયાત મહિલાઓને પ્રેમની જાળમાં ફસાવીને તેમની સાથે લગ્ન કરતો હતો અને બાદમાં લાખો રુપિયા પડાવી લેતો હતો. આ મામલામાં ત્રણ શિક્ષિકાએ શુક્રવારે પોલીસ સ્ટેશનમાં જઈને શિક્ષક વિરુદ્ધ આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી છે. તો વળી પોલીસની ટીમ આ ફરિયાદ બાદ તપાસમાં લાગી ગઈ છે.

બે પત્નીઓ એક સાથે મળી ત્યારે થયો ખુલાસો

હકીકતમાં જોઈએ તો, શુક્રવારે બે શિક્ષિકા ચુર્ક વિસ્તારની એક શાળામાં પહોંચી હતી. અહીં બંનેએ જણાવ્યું કે, આ સ્કૂલમાં તૈનાત એક શિક્ષકે તેની સાથે લગ્ન કર્યા છે. એટલું જ નહીં તેમણે આરોપ લગાવ્યો કે, તેનો પતિ એક અન્ય શિક્ષિકા સાથે લગ્ન કરીને સાથે રહે છે. તેને લઈને બંને વચ્ચે હોબાળો થયો. આ મામલે સૂચના મળતા પોલીસ પણ આવી પહોંચી. ત્યાર બાદ બંને શિક્ષિકાઓ એસપી ઓફિસે પહોંચી. આ મામલામાં તેણે આરોપી ચુર્ક ચોકી વિસ્તારના એક શખ્સ વિરુદ્ધ એસપીને ફરિયાદ લખાવી. ત્યાર બાદ બંને શિક્ષિકાઓ સ્કૂલના પરણેલા શિક્ષકને લઈને પોલીસ સ્ટેશને પહોંચી.

મેટ્રોમોનિયલ સાઈટથી લગ્ન કરતો

તેમાંથી એક પીડિત મહિલાએ જણાવ્યું કે, તે શિક્ષિક છે. જૂન 2014માં મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા તેની મુલાકાત સોનભદ્રના રહેવાસી એક શખ્સ સાથે થઈ હતી. તેમને એક દીકરો પણ છે. લગ્ન બાદ જ્યારે ટ્રાંસફર કરાવીને સોનભદ્ર આવવાની વાત કરી તો પતિ કોઈને કોઈ બહાના બનાવીને વાતને ટાળી દેતો. આ દરમ્યાન તેને જાણવા મળ્યું કે, આરોપી ચુર્ક વિસ્તારની એક અન્ય સ્કૂલ શિક્ષિકા સાથે પણ લગ્ન કરીને તેની સાથે રહે છે.

આઠ મહિલાઓ સાથે લગ્ન કર્યા હોવાનો આરોપ

કોતવાલી પહોંચી સંતકબીરનગરની રહેવાસી એક અન્ય શિક્ષિકાએ પણ આ શખ્સ પર લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે જણાવ્યું કે, આરોપીએ તેની પાસેથી 42 લાખ રુપિયાની લોન પાસ કરાવી છે. ત્રણેય મહિલાઓનો આરોપ છે કે, આરોપી વ્યક્તિએ સાતથી આઠ નોકરિયાત મહિલાઓને છેતરીને તેમની સાથે લગ્ન કર્યા છે. તેમાં દેવરિયા, સંતકબીરનગર, ગોરખપુર જિલ્લાની મહિલાઓ સામેલ છે. આરોપીએ તેમની પાસેથી પૈસા પણ લીધા છે. મહિલા પોતાના ભાઈ અને પિતા સાથે પોલીસ સ્ટેશને આવી હતી. આ મામલાની ગંભીરતા જોતા એસપી અશોક કુમાર મીણાએ રોબર્ટ્સગંજ પોલીસને તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો: IPL 2025: આઈપીએલની પ્રથમ મેચમાં કેવું રહેશે કોલકાતાનું હવામાન? ગઈ કાલે જ પડ્યો હતો વરસાદ

Back to top button