ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પતિની દરિયાદિલી: સામે ચાલીને પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવી દીધા, કહ્યું- તું જા બાળકોને હું ઉછેરી લઈશ

સંતકબીરનગર, 26 માર્ચ 2025: ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં એક મહિલાએ બે બાળકો અને પતિને છોડી પોતાના પ્રેમીનો હાથ પકડી લીધો અને લગ્ન કરી લીધા. પણ મોટી વાત એ છે કે આ લગ્ન મહિલાના પતિએ જ કરાવ્યા અને ખુદ પોતાના હાથે પોતાની પત્નીને પ્રેમીને સોંપી દીધી.

મંદિરમાં કરાવ્યા પત્નીના લગ્ન

હકીકતમાં જોઈએ તો, આખો મામલો ઉત્તર પ્રદેશના સંતકબીરનગરમાં ધનઘટા વિસ્તારના એક ગામનો છે. જ્યાં પતિએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા. પહેલા પતિએ પત્ની સાથે કોર્ટમાંથી નોટરી બનાવી અને ત્યાર બાદ એક મંદિરમાં પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવી દીધા. આ વાત જંગલમાં આગની માફક ફેલાય તેવી જ રીતે આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ.

જાણકારી અનુસાર લોકોએ જણાવ્યું કે, મહિલાના લગ્ન 2017માં થયા હતા. મહિલા અને તેના પતિના બે બાળકો પણ છે. આ દરમ્યાન મહિલા ગામમાં જ રહેતા એક યુવકના પ્રેમમાં પડી. આ સંબંધ ધીમે ધીમે ગામમાં ચર્ચાનો વિષય બન્યો. જ્યારે આ વાત મહિલાના પતિને જાણવા મળી તો પહેલા તો તેને સમજાવવાની કોશિશ કરી. જ્યારે વાત ન બની તો તેણે ગામલોકો સામે આ વાત રાખી કે મારી પત્ની નક્કી કરશે કે તે મારી સાથે રહેવા માગે છે કે પ્રેમી સાથે. મહિલાએ જવાબમાં પ્રેમી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી, જેનાથી આખો સમાજ ચોંકી ગયો.

બાળકોને હું ખુદ ઉછેરી લઈશ

પતિએ કહ્યું કે, ઠીક છે તારા લગ્ન પ્રેમી સાથે કરાવી દઉં છું અને બાળકોને હું ઉછેરી લઈશ. મહિલા બાળકોને છોડવા માટે તૈયાર થઈ ગઈ તો સમાજે પ્રેમી અને પ્રેમિકાના લગ્ન કરાવ્યા. પતિ આ આખી ઘટનાનો સાક્ષી બન્યો.

હકીકતમાં, ધનઘાટા પોલીસ સ્ટેશન વિસ્તારના કટાર જોટ ગામના કલ્લુના પુત્ર બબલુના લગ્ન વર્ષ 2017 માં ગોરખપુર જિલ્લાના બેલ ઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂલાંચક ગામના રહેવાસી તૌલી રામની પુત્રી રાધિકા સાથે થયા હતા. પતિ-પત્ની બંને ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. આઠ વર્ષના લગ્નજીવન દરમિયાન, તેમને બે બાળકો પણ થયા. મોટો દીકરો સાત વર્ષનો આર્યન અને દીકરી બે વર્ષની શિવાની છે.

તેણે તેની પત્નીને તેના પ્રેમીને સોંપી દીધી અને નીકળી ગયો

બબલુ ઘણીવાર ગુજરાન ચલાવવા માટે ઘરની બહાર રહેતો. આ દરમિયાન, રાધિકાને ગામના એક યુવક સાથે સંબંધ બંધાયો અને આ લાંબા સમય સુધી ચાલુ રહ્યું. જ્યારે પરિવારને આ વાતની ખબર પડી ત્યારે તેમણે બબલુને કહ્યું. જ્યારે તે ઘરે પાછો ફર્યો, ત્યારે બધી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, તેણે તેની પત્નીના લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને તેને તેના પ્રેમીને સોંપી દીધી. આ પછી, તેણે પોતે પણ પોતાના બે બાળકો સાથે જીવનની નવી ઇનિંગ શરૂ કરી.

આવા કિસ્સાઓમાં સમાજમાં હત્યા જેવી ઘટનાઓ જોવા અને સાંભળવા મળે છે તે એક વિચિત્ર વાત છે. આ બધાને અવગણીને, બબલુએ એક ઉદાહરણ બેસાડ્યું છે. આ સમાજ માટે એક સંદેશ છે, એક અરીસો છે કે બે પ્રેમીઓ વચ્ચેના આ બે નિર્દોષ લોકોનો શું વાંક હતો, જેમના જીવનમાંથી માતા શબ્દ આટલો દૂર ગયો.

આ પણ વાંચો: IPL 2025 Points Table: તમામ ટીમોએ એક-એક મેચ રમી લીધી, જાણો પોઈન્ટ ટેબલમાં કઈ ટીમની કેવી છે હાલત

Back to top button