હસતા હસતા ભગવાનને વ્હાલો થઈ ગયો જલ્લાદ, વીડિયો થયો વાયરલ


ગાઝીપુર, 1 એપ્રિલ 2025 : મૃત્યુ ગમે ત્યાંથી અને કોઈપણ રીતે કેવી રીતે આવી શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ આ વીડિયો જોઈને તમને મળશે. આ વીડિયો ઉત્તર પ્રદેશના ગાઝીપુરનો છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ તેની ઈ-રિક્ષાની છત પર ઉભો રહીને ડાન્સ કરી રહ્યો હતો. તે નશામાં છે. એક વ્યક્તિ તેનો વીડિયો બનાવી રહ્યો છે. તે તેની ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યો હતો ત્યારે અચાનક તે વ્યક્તિ રિક્ષાની છત પરથી પડી ગયો. પડતાંની સાથે જ તે મૃત્યુ પામે છે. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટર્સે તેને પ્રથમ તપાસમાં મૃત જાહેર કર્યો.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
મૃતકની ઓળખ પોસ્ટમોર્ટમ હાઉસના આઉટસોર્સિંગ કર્મચારી ચંદ્રશેખર તરીકે થઈ હતી, જેને વિસ્તારના લોકો ‘જલ્લાદ’ તરીકે ઓળખતા હતા. તેમના મૃત્યુના સમાચાર સમગ્ર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા હતા. લોકોએ જણાવ્યું કે તેને રીલ બનાવવાનો શોખ હતો અને તે રીલ તેના જીવનની છેલ્લી રીલ સાબિત થઈ. નસીબ જોગે, ચંદ્રશેખરનું પોસ્ટમોર્ટમ તે શબઘરમાં થયું જ્યાં તે કામ કરતો હતો. જુઓ અકસ્માતનો વીડિયો…
2 લગ્નોથી 2 પુત્રો
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ચંદ્રશેખર નશામાં હતો. ઈ-રિક્ષાની ઉપર ઉભા રહીને તે ઈન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યો હતો. તે ગીત પર ડાન્સ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને ઉંધા મોઢે પછડાયો. નીચે પડતાં જ તે બેભાન થઈ ગયો. તેને તરત જ ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. તે પોસ્ટમોર્ટમ હાઉસમાં સફાઈનું કામ કરતો હતો. તે ડૉક્ટરોને પણ તેમના કામમાં મદદ કરતો હતો. તેણે બે લગ્ન કર્યા હતા. મોટા પુત્રને 4 બાળકો છે. નાની દીકરી દિલ્હીમાં રહે છે. પિતાના મૃત્યુના સમાચાર મળતા જ બંને પુત્રો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો : અધધ.. સોનાના ભાવમાં થયો વધારો: જાણો આજનો લેટેસ્ટ દર