ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Accident: ઉત્તરપ્રદેશમાં યમુના એક્સપ્રેસ વે પર ટ્રક-બસનો અકસ્માત, 5નાં મૃત્યુ

Text To Speech

અલીગઢ, તા. 21 નવેમ્બર, 2024: ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની શરૂઆત સાથે જ અકસ્માતનો પણ સિલસિલો શરૂ થયો હતો. અલીગઢ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુ, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
બસ ક્યાં જતી હતી

મળતી માહિતી મુજબ, અલીગઢના ટપ્પલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર એક ટ્રક અને ડબલ ડેકર બસની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ મુસાફરોના મૃત્યુ થયા હતા, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા હતા. પ્રતાપગઢની કૃષ્ણા ટ્રાવેલ્સની ડબલ ડેકર બસ દિલ્હીથી આઝમગઢ અને મઉ જતી હતી. બસ યમુના એક્સપ્રેસ વે પર પોઈન્ટ નંબર 56 પર પહોંચી ત્યારે એક ટ્રક સાથે અથડાઈ હતી.

 મુસાફરોને બારીના કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા

બસ એક બાજુથી ચિરાઈ ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ મુસાફરોના મૃત્યુ થયા હતા. જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા હતા. મૃતકોમાં એક મહિલા, ત્રણ પુરૂષ અને એક માસૂમ બાળકનો સમાવેશ થાય છે. એક્સપ્રેસ વે પર બસ સ્પીડમાં જઈ રહી હતી. અચાનક ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો. ટ્રક સાથે અથડાયા બાદ બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. અકસ્માત થતાની સાથે જ મુસાફરોએ ચીસાચીસ શરૂ કરી હતી. અકસ્માત બાદ બસમાં ફસાયેલા લોકોને બારીઓના કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માત સમયે ઉંઘમાં હતા મુસાફરો

અકસ્માત સમયે તમામ મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. અચાનક જોરદાર આંચકો આવ્યો. આગળની સીટ પર બેઠેલા લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જો કે પાછળ બેઠેલા લોકોને ઇજા થઇ હતી. બસ મુસાફરોથી ભરેલી હતી. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લોકોની સાથે મળીને ક્ષતિગ્રસ્ત બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચોઃ સોનાનો ભાવ આકાશને આંબશે, લગ્ન સીઝનમાં લોકોની વધી ચિંતા

Back to top button