ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

માત્ર 50 રૂપિયામાં ઘરે બેઠા મંગાવો PVC આધાર કાર્ડ, આ રહી આસાન રીત

Text To Speech

નવી દિલ્હી, તા. 4 ઓક્ટોબરઃ આજના સમયમાં આધાર કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેના વગર તમારા અનેક કામ અધૂરા રહી શકે છે. આ એક એવું ઓળખપત્ર છે, જેની જરૂર બાળકના સ્કૂલમાં એડમિશનથી લઈને નોકરી સુધી પડે છે. ઘણી વખત આધારકાર્ડ ફાટી જાય છે પરંતુ હવે તેનો વિકલ્પ આવી ગયો છે. હવે પીવીસી આધારકાર્ડ બનાવવું શ્રેષ્ઠ છે. પીવીસી આધાર કાર્ડ પ્લાસ્ટિકનું કાર્ડ હોય છે, જે ન તો પાણીમાં ખરાબ થાય છે કે ન તો બગડી જાય છે. પીવીસી આધાર કાર્ડ તમે ઘરે બેઠા ઓનલાઇન મંગાવી શકો છો. જેના માટે તમારે માત્ર 50 રૂપિયા જ ખર્ચ કરવા પડશે.

પીવીસી આધાર કાર્ડ માટે એપ્લાય કરવાની આસાન રીત

  • પીવીસી આધાર કાર્ડ માટે યુઆઈડીઆઈની વેબસાઇટ પર જાઓ અને ઓનલાઇન અરજી કરો.
  • જે બાદ તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
  • સિક્યોરિટી કોડ કે કેપ્ચા દાખલ કરો.
  • જે બાદ તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરો.
  • My Aadhaar સેકશનમાં જાવ અને Order Aadhaar PVC Card પસંદ કરો.
  • Next ઓપ્શન પર ક્લિક કરો અને તમારી પસંદગીનું પેમેન્ટ ઓપ્શન પસંદ કરો. તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો. તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે.
  • આ પ્રોસેસ બાદ 10 થી 15 દિવસમાં જ તમારા ઘરે આધાર કાર્ડ પહોંચી જશે.

પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરતાં પહેલાં આ વાતનું રાખો ધ્યાન

પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરતાં પહેલાં ધ્યાન રાખો કે તમારો આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર યોગ્ય હોય. જો તમને ઓર્ડર સ્ટેટ્સ ટ્રેક કરવાની જરૂર હોય તો તમારો આધાર નંબર અને વીઆઈડી તમારી પાસે રાખો.

આ પણ વાંચોઃ તિરુપતિ લાડુ વિવાદ પર સુપ્રીમ કોર્ટે કરી SITની રચના, આ 5 અધિકારી કરશે તપાસ

Back to top button