“પાણી ઘીની માફક વાપરવું” ગુજરાતમાં ભૂગર્ભ જળની સૌથી ગંભીર સ્થિતિ આ જિલ્લાઓમાં
ગુજરાતમાં રિચાર્જ થતાં ભૂગર્ભ જળ પૈકી 53.25%તો દર વર્ષે દોહન થઈ જાય છે. જેમાં રાજ્યમાં ભૂગર્ભ જળની સૌથી ગંભીર સ્થિતિ બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં છે. રાજ્યના 227 તાલુકામાં રિચાર્જ થતું નથી. તેમજ 9 તાલુકાઓમાં ભૂગર્ભ જળ સ્થિતિ બગડતી જાય છે. તેમજ
ભૂગર્ભ જળની સ્થિતિ અંગેનો લેટેસ્ટ રિપોર્ટ કેન્દ્ર સરકારે બહાર પાડયો છે.
આ પણ વાંચો: મહાશિવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, ફરાળ માટેની સામગ્રીના વેચાણમાં વધારો
ભૂગર્ભ જળની સ્થિતિ અંગેનો લેટેસ્ટ રિપોર્ટ કેન્દ્ર સરકારે બહાર પાડયો
પાણી ઘીની માફક વાપરવું જોઈએ, એ કહેવત ગુજરાતે અનુસરવી જોઈએ, નહીંતર ભવિષ્યમાં પાણી માટે વલખાં મારવા પડે, એવી લાલબત્તી ધરતો, ભૂગર્ભ જળની સ્થિતિ અંગેનો લેટેસ્ટ રિપોર્ટ કેન્દ્ર સરકારે બહાર પાડયો છે. રાજ્ય સરકાર પાંચ વર્ષમાં સુજલામ્ સુફલામ્ જળસંચય યોજના હેઠળ 74,509 કામો હાથ ધરી જળસંગ્રહ ક્ષમતા 86,196 લાખ ઘનફૂટ વધારાઈ હોવાનો દાવો કરે છે, પણ આ પ્રયાસો ઘણાં ઓછા સાબિત થઈ રહ્યાં છે. કેન્દ્રીય રિપોર્ટ મુજબ દર વર્ષે રાજ્યમાં 26.46 બિલિયન ક્યૂબિક મીટર ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે, તેમાંથી વાર્ષિક વપરાશપાત્ર ભૂગર્ભ જળ 24.58 બિલિયન ક્યૂબિક મીટર જથ્થો હોય છે અને એમાંથી 13.12 ટકા જથ્થો તો દર વર્ષ વપરાઈ જાય છે.
રાજ્યમાં ચિંતાજનક સ્થિતિવાળા તાલુકા
અમદાવાદ જિલ્લામાં ઓવર એક્સ્પ્લોયટેડ તાલુકાઃ અમદાવાદ શહેર અને દસક્રોઈ, ક્રિટિકલ તાલુકાઃ અમદાવાદનો અર્બન વિસ્તાર, સેમિ ક્રિટિકલ તાલુકાઃ માંડલ, બાવળા.
અમરેલી જિલ્લામાં ક્રિટિકલ તાલુકોઃ રાજુલા
બનાસકાંઠા જિલ્લામાં ઓવર એક્સ્પ્લોયટેડ તાલુકાઃ દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ, લાખણી, વડગામ, દિયોદર, ડીસા, થરાદ
સેમિ ક્રિટિકલ તાલુકોઃ પાલનપુર
ગાંધીનગર જિલ્લામાં ઓવર એક્સ્પ્લોયટેડ તાલુકોઃ દહેગામ, ગાંધીનગર, સેમિ ક્રિટિકલ તાલુકોઃ કલોલ, માણસા
જૂનાગઢ જિલ્લામાં સેમિ ક્રિટિકલ તાલુકોઃ ભેસાણ
કચ્છ જિલ્લામાં ઓવર એક્સ્પ્લોયટેડ તાલુકોઃ માંડવી, ભૂજ, ભચાઉ.
ખેડા જિલ્લામાં સેમિ ક્રિટિકલ તાલુકોઃ ગલતેશ્વર
મહેસાણા જિલ્લામાં ઓવર એક્સ્પ્લોયટેડ તાલુકાઃ વડનગર,ખેરાળુ, બેચરાજી, વિજાપુર, સતલાસણા, ક્રિટિકલ તાલુકોઃ મહેસાણા
સેમિ ક્રિટિકલ તાલુકાઃ ઊંઝા, કડી, વિસનગર.
નર્મદા જિલ્લામાં સેમિ ક્રિટિકલ તાલુકોઃ નાંદોદ
પાટણ જિલ્લામાં ઓવર એક્સ્પ્લોયટેડ તાલુકાઃ સરસ્વતી, પાટણ, ચાણસ્મા, ક્રિટિકલ તાલુકોઃ સિદ્ધપુર, સેમિ ક્રિટિકલ તાલુકો : પાટણ
રાજકોટ જિલ્લામાં ક્રિટિકલ તાલુકોઃ જસદણ, સેમિ ક્રિટિકલ તાલુકોઃ ધોરાજી, વીછિંયા.
સાબરકાંઠા જિલ્લામાં ઓવર એક્સ્પ્લોયટેડ તાલુકોઃ પ્રાંતિજ, સેમિ ક્રિટિકલ તાલુકાઃ વડાલી, ઇડર, હિંમતનગર
સુરત જિલ્લામાં ઓવર એક્સ્પ્લોયટેડ તાલુકોઃ સુરતનો અર્બન વિસ્તાર
સુરેન્દ્રનગરમાં સેમિ ક્રિટિકલ તાલુકોઃ ચૂડા
વડોદરા જિલ્લામાં ક્રિટિકલ તાલુકાઃ પાદરા, વડોદરા, સેમિ ક્રિટિકલ તાલુકાઃ ડેસર, સિયોર
આ પણ વાંચો: ગુજરાત: સામાન્ય માણસના ઘરનું બજેટ ખોરવાયું, સિંગતેલના ભાવમાં ભડકો
ગુજરાતમાં ખારાશવાળા ફ્લોરાઇડવાળા તાલુકા
અમદાવાદ જિ.માં ફ્લોરાઇડવાળાઃ બાવળા, ધોળકા, સાણંદ,
સંપૂર્ણ ખારાશવાળાઃ ધંધૂકા, ધોલેરા
અમરેલી જિ.માં ફ્લોરાઇડવાળા : ધારી, રાજુલા
અરવલ્લી જિ.માં ફ્લોરાઇડવાળાઃ બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ, મોડાસા.
બનાસકાંઠા જિ.માં ફ્લોરાઇડવાળાઃ ભાભર, વાવ, અમિરગઢ, દાંતા, દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, લાખણી, પાલનપુર, થરાદ, વડગામ.
સંપૂર્ણ ખારાશવાળા : ભાભર, સૂઈગામ, વાવ.
ભાવગર જિ.માં ફ્લોરાઇડવાળાઃ મહુવા, તળાજા, વલ્લભીપુર.
બોટાદ જિ.માં ફ્લોરાઇડવાળાઃ બરવાળા, રાણપુર
દ્વારકા જિ.માં ફ્લોરાઇડવાળાઃ કલ્યાણપુર, ઓખામંડલ.
ગાંધીનગર જિ.માં ફ્લોરાઇડવાળાઃ માણસા, કડી
કચ્છ જિ.માં ફ્લોરાઇડવાળાઃ અબડાસા, મુંદ્રા, નખત્રાણા
સંપૂર્ણ ખારાશવાળા : ગાંધીધામ
ખેડા જિ.માં ફ્લોરાઇડવાળા : કઠલાલ
મહેસાણા જિ.માં ફ્લોરાઇડવાળા : બેચરાજી, કડી, ખેરાલુ, મહેસાણા, સતલાસણા, ઊંઝા, વડનગર, વિજાપુર, વિસનગર,
સંપૂર્ણ ખારાશવાળા : જોટાણા.
મહીસાગર જિ.માં ફ્લોરાઇડવાળાઃ સંતરામપુર, વિરપુર.
મોરબી જિ.માં ફ્લોરાઇડવાળા : ટંકારા, સંપૂર્ણ ખારાશવાળાઃ માળિયા.
નવસારી જિ.માં ફ્લોરાઇડવાળાઃ ગણદેવી
પાટણ જિ.માં ફ્લોરાઇડવાળાઃ હારીજ, સમી, ચાણસ્મા, પાટણ, રાધનપુર, શંખેશ્વર, સંપૂર્ણ ખારાશવાળા : હારીજ, સમી, સાંતલપુર, રાધનપુર, શંખેશ્વર.
રાજકોટ જિ. ફ્લોરાઇડવાળાઃ ગોંડલ
સાબરકાંઠા જિ.માં ફ્લોરાઇડવાળા : હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, તલોદ, વડાલી.
સુરત જિ.માં ફ્લોરાઇડવાળા : માંડવી, પલસાણા.
સુરેન્દ્રનગર જિ.માં ફ્લોરાઇડવાળાઃ ચૂડા, દસાડા, લખતર, લીંમડી, મૂળી.
અમદાવાદ શહેરનો વિસ્તાર ક્રિટિકલ કક્ષામાં
ખેતીમાં 12.1 બીસીએમ, ઉદ્યોગોમાં 0.16 બીસીએમ તથા ઘરેલું વપરાશમાં 0.82 બીસીએમ જથ્થાનું દોહન થઈ જાય છે. દર વર્ષે માત્ર 12.18 બીસીએમ જથ્થો જ ભવિષ્ય માટે ભૂગર્ભમાં સંઘરાઈ રહે છે. દર વર્ષે ભૂગર્ભમાં રિચાર્જ થતાં જથ્થા પૈકી 53.25 ટકા જથ્થાનું તો દોહન થઈ જાય છે. રિપોર્ટ મુજબ રાજ્યના કુલ 252 તાલુકાઓ પૈકી 9.13 ટકા યાને 23 તાલુકાઓમાં ભૂગર્ભમાંથી વધુ પ્રમાણમાં પાણી ખેંચાઈ રહ્યું છે, જ્યારે 27 તાલુકાઓ યાને 10.72 ટકા તાલુકાઓ કટોકટી તથા અર્ધ-કટોકટીવાળા છે. અમદાવાદ જિલ્લામાં અમદાવાદ સિટી તાલુકો અને દસક્રોઈ તાલુકો ઓવર એક્સ્પ્લોયટેડ કક્ષામાં, અમદાવાદ શહેરનો વિસ્તાર ક્રિટિકલ કક્ષામાં તથા માંડલ અને બાવળા તાલુકા સેમિ ક્રિટિકલ કક્ષામાં આવે છે.
સૌથી ગંભીર ભૂગર્ભ જળની સ્થિતિ બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં
રાજ્યમાં સૌથી ગંભીર ભૂગર્ભ જળની સ્થિતિ બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં છે. બનાસકાંઠામાં 1085.72 એમસીએમ જથ્થો દર વર્ષે ભૂગર્ભમાંથી દોહન થાય છે, જ્યારે મહેસાણા જિલ્લામાંથી 705.24 એમસીએમ, પાટણ જિલ્લામાંથી 339.12 એમસીએમ તથા પાટનગરને સમાવતા ગાંધીનગર જિલ્લામાંથી 537.69 એમસીએમ જથ્થો ભૂગર્ભમાંથી ખેંચવામાં આવે છે. રાજ્યમાં 13 તાલુકાઓ સંપૂર્ણ સલાઈન યાને ખારાશવાળા અને 89 તાલુકા ફ્લોરાઇડવાળા છે. રિપોર્ટ એવું કહે છે કે, રાજ્યના કુલ 252 તાલુકાઓમાંથી 227 તાલુકાઓના ભૂગર્ભ જળમાંથી પાણી રિચાર્જ થતું નથી, જ્યારે 9 તાલુકાઓમાં ભૂગર્ભ જળની સ્થિતિ બગડતી જાય છે. આ નવ તાલુકાઓમાં વિજાપુર, જસદણ, ડેસર, સિનોર, રાજુલા, વડોદરા, અમદાવાદ શહેર-દસક્રોઈ, વડગામ અને જોટાણા સમાવિષ્ટ છે.