ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

GPay અને Paytm વાપરવું થયું મોંઘુ, હવે ચૂકવવો પડશે ચાર્જ

Text To Speech
  • GPay અને Paytmથી રિચાર્જ કરવાની સુવિધા થશે બંધ, ચૂકવવી પડશે ફી.

દિલ્હી, 24 નવેમ્બર: ટેકનોલોજીની દુનિયામાં ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટ કરનારની સંખ્યા જોરદાર વધી છે, અનેક ભારતીયો ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે. જેમાં UPI દ્વારા લોકો આજે Paytm, Google Pay, PhonePe નો ઉપયોગ પૈસાની લેવડદેવડ માટે મોટાપાયે કરી રહ્યા છે. આ ત્રણેય એપ્સ આજે દેશની મુખ્ય UPI એપ્સ બની ગઈ છે. આ એપ્સની મદદથી લોકો રિચાર્જ, બિલ પેમેન્ટ, ફ્લાઈટ બુકિંગ, ઈન્સ્યોરન્સ, ઈલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ જેવા ઘણા મહત્વપૂર્ણ કાર્યો ઘરે બેઠાં કે ગમે ત્યાં થી કરી રહ્યા છે. જો તમે પણ તેનો ઉપયોગ કરો છો તો તમને જણાવી દઈએ કે આ એપ્સને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે.

હાલના સમયમાં લાખો લોકો મોબાઈલ રિચાર્જ માટે Paytm, Google Pay, PhonePe નો ઉપયોગ કરી રહ્યા છે. અત્યાર સુધી Paytm અને Google Pay એપ્સ પર મોબાઈલ રિચાર્જની સુવિધા સંપૂર્ણપણે ફ્રી હતી, પરંતુ હવે તમારે રિચાર્જ કરવા માટે કેટલીક ફી ચૂકવવી પડશે. મતલબ કે આ એપ્સ હવે મોબાઈલ રિચાર્જ માટે ગ્રાહકો પાસેથી સુવિધા ફી વસૂલશે.

અનેક ફ્રી સુવિધામાં હવે આપવી પડશે ફી

માત્ર મોબાઈલ રિચાર્જ જ નહીં, જો તમે Paytm વોલેટમાં પૈસા ઉમેરો છો, તો તમારે તેના માટે સુવિધા ફી પણ ચૂકવવી પડશે. આ સુવિધા ફીની રકમ તમે ખાતામાં કેટલા પૈસા ઉમેરી રહ્યા છો તેના પર નિર્ભર રહેશે. એ જ રીતે વિવિધ રિચાર્જ વાઉચર રિચાર્જ કરવા માટે તમારે અલગ-અલગ સુવિધા ચાર્જ ચૂકવવા પડશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Paytmની જેમ Googleએ પણ ગ્રાહકો પાસેથી સુવિધા ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે. તમે જેટલું મોટું રિચાર્જ કરો છો અથવા તમે વૉલેટમાં જેટલા વધુ પૈસા ઉમેરશો, તેટલી વધુ સુવિધા ફી તમારાથી વસૂલવામાં આવશે.

PhonePe પહેલેથી જ આ સુવિધાનો ચાર્જ લઈ રહ્યું છે

PhonePe ઘણા સમયથી યુઝર્સ પાસેથી સુવિધા ફી વસૂલ કરી રહ્યું છે. હવે Google Pay અને Paytm એપ પણ તેના માર્ગને અનુસરવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી યુઝર્સ પાસે ફ્રીમાં રિચાર્જ કરવાના ઘણા વિકલ્પો હતા, પરંતુ હવે તેમને ત્રણેય પ્લેટફોર્મ પર રિચાર્જ કરવા માટે સુવિધા ફી ચૂકવવી પડશે.

આ પણ વાંચો: G-Pay યુઝર્સે આ એપનો ઉપયોગ કરતાં પહેલાં આટલી સાવધાની રાખવી પડશે, નહીંતર…

Back to top button