ATM કાર્ડ વાપરો છો? તો ધ્યાન રાખજો નહીં તો ગઠિયા આ રીતે બેંકમાંથી ઉપાડી લેશે રુપિયા
- નવસારીનો એક કિસ્સો સામે આવ્યો છે, મહારાષ્ટ્રીયન ટોળકીના 5 ગઠિયાઓ દ્વારા ATM બહાર ઊભા રહી કંઈ આ રીતે કરે છે છેતરપિંડી
ATM બહાર ઊભા રહેતા ગઠિયાઓ પહેલા તમારૂ પિન જાણ્યા બાદ તમારૂ ઓરીજનલ કાર્ડ લઈ તમને ડમી કાર્ડ પધરાવી પૈસા ઉપાડે છે. આવી જ રીતે લોકોને ઠગતી મહારાષ્ટ્રીયન ટોળકીના 5 ની નવસારી LCB પોલીસે ઝડપી પાડી 8 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
LCB પોલીસે 5 ઠગોનેે ઝડપી પાડ્યા:
ATM માંથી પૈસા ન નીકળે તો ચિંતાતુર કે વ્યાકુળ થઈ કોઇપણ અજાણી વ્યક્તિને પોતાનું કાર્ડ આપતા પહેલા ચેતજો. કારણ ATM બહાર ઊભા રહેતા ગઠિયાઓ પહેલા તમારૂ પિન જાણ્યા બાદ તમારૂ ઓરીજનલ કાર્ડ લઈ તમને ડમી કાર્ડ પધરાવી પૈસા ઉપાડે છે. આવી જ રીતે લોકોને ઠગતી મહારાષ્ટ્રીયન ટોળકીના 5 ની નવસારી LCB પોલીસે ઝડપી પાડી 8 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ પણ વાંચો: અરે…આતો ચિંતામાં મુકી દિધા અંબાલાલે તો! જાણો તેમણે હવામાનને લઈને શું અનુમાન વ્યક્ત કર્યું
ATM બહાર કોઈની મદદ લેતાં પહેલાં ચેતજો:
બેંક ATM માં કોઈકવાર ટેકનિકલ ખામીને કારણે પૈસા નીકળતા નથી. જેને કારણે અભણ, મહિલાઓ કે વૃદ્ધ વ્યક્તિઓ ચિંતાતુર બને છે. જેનો લાભ ઉઠાવી ATM બહાર ઊભેલા ગઠિયાઓ ટાર્ગેટ કરેલા વ્યક્તિ પાસે જઈને પૈસા કેમ નથી નીકળતા, એવુ કહીને વાતોમાં ભોળવી, પહેલા તો પીન નંબર જાણી લે છે. ત્યારબાદ ટ્રીકથી કાર્ડ બદલી ડમી કાર્ડ પધરાવી દે છે. ત્યારબાદ ટાર્ગેટ કરેલી વ્યક્તિ ATM માંથી ગયા બાદ ગઠિયાઓ તેના ઓરીજીનલ કાર્ડનો ઉપયોગ કરી, રૂપિયા ઉપાડી રફુચક્કર થઈ જાય છે.
નવસારીમાં 5 ગઠિયાઓએ વૃ્દ્ધના 7500 રુપિયા ઊપાડી લીધા:
નવસારીમાં પણ ત્રણ દિવસ અગાઉ ચીખલીમાં એક વૃદ્ધને ટાર્ગેટ બનાવી ટોળકીએ 7500 રૂપિયાની ઠગાઈ કરી હતી. જ્યારે ગત રોજ નવસારીમાં લુંસિકૂઇ નજીક બેંક ATM પાસે ટાર્ગેટની શોધમાં હતી. ત્યારે મળેલી બાતમીને આધારે નવસારી LCB પોલીસે ઘટના સ્થળે પહોંચી ઠગ ટોળકીને પકડી પાડી પોલીસ મથકે પહોંચી હતી. આરોપીઓ પાસેની કારમાંથી 25 ડમી ATM કાર્ડ મળતા પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા ચીખલીમાં આચરેલી છેતરપીંડી કબુલી હતી. સાથે જ મહારાષ્ટ્રના ગુનાઓનો પણ ખુલાસો કરતાં પોલીસે પાંચેયની ધરપકડ કરી આગળની તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપ્યા છે.
આ પણ વાંચો: પાલનપુર: ભીલડી પાસે ડમ્પરનું ટાયર ફાટયું, ટેન્કરની પાછળ ઘૂસી જતા ડમ્પર ચાલકનું મોત