ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

અન્ય કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર વાપરો એક જ ફોનમાં બે વોટ્સએપ

Text To Speech

અમદાવાદ, 23 ફેબ્રુઆરી : ભારતમાં મોટાભાગના લોકો પાસે બે ફોન નંબર છે. આ કારણોસર ફોન પણ ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે. જોકે યુઝર્સને એક જ ફોન પર બે વોટ્સએપ એકાઉન્ટ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેથી લોકોને બીજા કેટલાક વિકલ્પોનો આશરો લેવો પડતો હતો. તેથી, મેટાએ એપમાં જ એક કરતા વધુ એકાઉન્ટ ચલાવવાનો વિકલ્પ આપ્યો છે. પરંતુ, હજુ પણ ઘણા લોકોને તેની જાણ નથી. જો તમે એક જ ફોનમાં બે વોટ્સએપ એકાઉન્ટ ચલાવવા માંગો છો. આ માટે તમારે કોઈ વધારાની એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે.

આ માટે યુઝર્સને અલગથી વોટ્સએપ બિઝનેસ એપ અથવા અન્ય કોઈ એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નહીં પડે. વોટ્સએપ યુઝર્સ એક જ એપથી એક જ ફોન પર બે અલગ અલગ વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશે. તેમજ, એપની અંદરથી જ એકાઉન્ટ્સ સ્વિચ કરી શકાય છે. પરંતુ, આ ફીચર હાલમાં iPhoneમાં ઉપલબ્ધ નથી. ચાલો જાણીએ તેની પદ્ધતિ વિશે…

એક જ ફોન પર બે વોટ્સએપ એકાઉન્ટ આ રીતે ચલાવો

સૌથી પહેલા તમારા ફોનમાં વોટ્સએપ એપ ઓપન કરો.

પછી ઉપરના જમણા ખૂણેથી વોટ્સએપ સેટિંગ્સમાં જાઓ.

આ પછી તમારી પ્રોફાઇલ અને નામની બાજુમાં દેખાતા ડાઉન એરો પર ટેપ કરો.

આ પછી એડ એકાઉન્ટ પર ક્લિક કરો અને પછી Agree અને સ્ટાર્ટ પર ક્લિક કરો.

આ પછી તમારો ફોન નંબર દાખલ કરો અને પછી નેક્સ્ટ પર ક્લિક કરો.

આ પછી તમને પરવાનગી સેટ કરવા માટે સેટિંગ્સ મળશે.

તમે તમારા ફોનમાં બીજું વોટ્સએપ એકાઉન્ટ ઉમેરીને, તમે આ બે એકાઉન્ટ વચ્ચે સરળતાથી સ્વિચ પણ કરી શકશો. આ માટે તમારે પ્રોફાઇલમાં જઈને ડાઉન એરો પર ક્લિક કરવાનું રહેશે.

આ પણ વાંચો : માધવનનો શૈતાન અવતાર જોઈને તેની પત્નીએ કહ્યું- મારી સાથે દૂર રહીને…

Back to top button