ઘરે કે ઓફિસમાં વાઈફાઈની રેન્જ વધારવા લગાવો આ ડીવાઈસ? જાણો શું છે ભાવ…
બિઝનેસ, જોબ, અભ્યાસ, મનોરંજન તમામ બાબતો હવે Internet વિના અધૂરી છે. ઘરે કે ઓફિસમાં ઈન્ટરનેટ માટે લોકો વાઈફાઈ રાઉટર લગાવતા હોય છે. એ પછીય ઈન્ટરનેટ કનેક્શન બરાબર ન મળતું હોય એવી ફરિયાદ આવતી હોય છે. એ માટે વાઈફાઈ એક્સ્ટેન્ડર નામનું ડિવાઈસ વપરાય છે. ઘણા લોકો પોતાના ઘરમાં વાઈફાઈ એક્સ્ટેન્ડર લગાવતા હોય છે. તેનાથી વાઈફાઈની રેન્જ વધી જાય છે.
એક્સ્ટેન્ડર નામમાં જ સ્પષ્ટ થાય છે કે ડિવાઈસનું કામ રેન્જ એક્સ્ટેન્ડ કરવાનું છે. ખુલ્લા વિસ્તારમાં કનેક્શન મેળવવાનું હોય ત્યારે એક્સ્ટેન્ડર ઘણુ કામ લાગે છે. વધુ એક ફાયદો એ છે કે વધુ લોકો એક જ કનેક્શનમાંથી વાઈફાઈ ઉપયોગ કરતા હોય તો પણ સારુ નેટવર્ક મળે છે.
તેની સામે કેટલાક ગેરફાયદા પણ છે
- હજારથી લઈ 3 હજાર સુધીના એકસ્ટેન્ડર ઉપલબ્ધ
આજે બજાર અનેક બ્રાન્ડના વાઈફાઈ એકસ્ટેન્ડર ઉપલબ્ધ છે. તમે બજારમાંથી અને ઓનલાઈન પણ તેને ખરીદી શકો છો. એકસ્ટેન્ડરની કિંમત 1 હજારથી શરૂ થઈ 3 હજાર સુધી હોય છે.
- દરેક વખતે એકસ્ટેન્ડરથી ડેટા સ્પીડ ન પણ વધે
એક્સ્ટેન્ડરથી રેન્જ તો મળી જાય પરંતુ દર વખતે સ્પીડ મળી શકતી નથી. એ ઉપરાંત બીજી ગરબડ એ પણ થાય કે ઉપરાંત એક્સ્ટેન્ડર ઉમેરાય ત્યારે ડિવાઈસ સાથે કનેક્ટ થવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: તમારી જાણ બહાર ક્યાંક આ રીતે તો ફોનની બેટરી નથી ઉતરી જતીને? આ રહ્યું બેટરી ઉતરી જવાનું કારણ.