ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં વધ્યો નેનો ફર્ટિલાઈઝરનો ઉપયોગ, વિદેશમાં નિકાસ વધી

Text To Speech
  • નેનો યુરિયા (પ્રવાહી) પણ ખેડૂતોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે
  • IFFCOએ સ્વદેશી નેનો ખાતરની પેટન્ટ પણ મેળવી લીધી
  • નિષ્ણાતો મત અનુસાર, આનાથી ઉત્પાદન તો વધે છે

ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)ના વૈજ્ઞાનિકોએ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા નેનો યુરિયા (પ્રવાહી) અને હવે નેનો યુરિયા પ્લસ, નેનો ડી.એ.પી. (પ્રવાહી) વિકસિત કર્યું છે. ગુજરાતના ખેડૂતો ટપક સિંચાઈ, મલ્ચિંગ અને જંતુનાશકોના છંટકાવ માટે ડ્રોન જેવી આધુનિક ટેક્નોલોજી અપનાવી રહ્યા છે.

નેનો યુરિયા (પ્રવાહી) પણ ખેડૂતોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે

હવે નેનો યુરિયા (પ્રવાહી) પણ ખેડૂતોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. રાજ્યમાં 20 લાખથી વધુ ખેડૂતો નેનો ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે. વિદેશોમાં પણ નેનો યુરિયાની નિકાસ કરવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ 2021-22માં નેનો યુરિયાની 8,75,000 બોટલના વેચાણની સરખામણીએ 2022-23માં 17,65,204 બોટલનું વેચાણ થયું હતું. વર્ષ 2023-24માં આ આંકડો વધીને 26,03,637 બોટલ સુધી પહોંચી ગયો છે. જ્યારે નેનો યુરિયા પ્લસ (પ્રવાહી)ની એક બોટલ પરંપરાગત યુરિયાની 45 કિલોની એક બોરી બરાબર હોય છે.

નિષ્ણાતો અનુસાર, આનાથી ઉત્પાદન તો વધે છે

નિષ્ણાતો અનુસાર, આનાથી ઉત્પાદન તો વધે છે, સાથે પાકની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. તે પરંપરાગત યુરિયાની સરખામણીમાં સસ્તુ છે અને તેનાથી ખેતીનો ખર્ચ પણ ઘટે છે. નેનો યુરિયાના ઉપયોગથી ખેડૂતોનો પરિવહન અને સંગ્રહનો ખર્ચ ઓછો થશે તેમજ ઉપજ વધવાની સાથે-સાથે તેમની આવકમાં પણ વધારો થશે.

FFCOએ સ્વદેશી નેનો ખાતરની પેટન્ટ પણ મેળવી લીધી

વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર નજીક IFFCO, કલોલ ખાતે બનેલા વિશ્વના પ્રથમ નેનો યુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 175 કિલોલિટર (1 કિલોલિટર=1000 લિટર) પ્રતિ દિવસની છે. IFFCOએ આ સ્વદેશી નેનો ખાતરની પેટન્ટ પણ મેળવી લીધી છે. એટલું જ નહીં, IFFCO હવે શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને બ્રાઝિલ જેવા દેશોમાં નેનો યુરિયાની નિકાસ કરી રહ્યું છે. તો U.S.Aમાં નેનો ફર્ટિલાઈઝરનું નિદર્શન પણ કરી રહ્યું છે.

Back to top button