દેશને ખબર હોવી જોઈએ: USAID ફંડિંગના દાવા પર વિદેશ મંત્રી જયશંકરે પ્રતિક્રિયા આપી


નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2025: અમેરિકાની આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સી USAID દ્વારા ભારતમાં અમુક ગતિવિધિઓને નાણાકીય મદદ આપવાને લઈને ચાલી રહેલા વિવાદ પર વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી જાણકારી ચિંતાજનક છે અને સરકાર તેની તપાસ કરી રહી છે. જયશંકરે આ ટિપ્પણી દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં આયોજીત સાહિત્ય મહોત્સવ દરમ્યા પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલ સાથે વાતચીતમાં કરી હતી.
સરકાર આ વાતનો જવાબ શોધશે
હકીકતમાં જોઈએ તો, વિદેશ મંત્રીએ કહ્યું કે, અમેરિકાથી મળી રહેલા સંકેતો અનુસાર, અમુક ગતિવિધિ પાછળ એક નિશ્ચિત ઉદ્દેશ્ય હતો. જેનાથી કોઈ વિશેષ વિમર્શ અથવા દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર આ મામલે ચિંતા કરી રહી છે અને આવા સંગઠનોની જવાબદારી છે કે તેઓ પોતાના ગતિવિધિઓ વિશે પારદર્શિતા બનાવી રાખે. જયશંકરે કહ્યું કે, સરકાર આ વાતનો જવાબ શોધશે કે શું કોઈ પ્રકારની દુર્ભાવનાપૂર્ણ ગતિવિધિ થઈ છે.
તેના પર ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ
તેમણે સ્પષ્ટ કર્યું છે કે, યૂએસએઆઈડીને ભારતમાં કામ કરવાની પરવાનગી આપી હતી, પણ તે સદ્ભાવનાપૂર્ણ ઉદ્દેશ્યો માટે આપી હતી. હવે જ્યારે અમેરિકા તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે અમુક ગતિવિધિઓ આ ઉદ્દેશ્યોથી વિપરીત હતી, તો સરકાર તેના પર ગંભીરતા ધ્યાન આપશે. જયશંકરે કહ્યું કે, જો કોઈ દુર્ભાવનાપર્ણ ગતિવિધિઓમાં સામેલ જોવા મળ્યા તો દેશને તેના વિશે જરુરથી ખબર હોવી જોઈએ.
ફંડિંગને લઈને સવાલો હતા
અહીં ઉલ્લેખનિય છે કે, અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિયામીમાં એક કાર્યક્રમ દરમ્યાન ભારગતમાં મતદાન ટકાવારી વધારવા માટે USAID દ્વારા 2.1 મિલયન ડોલરના ફંડિંગને લઈને સવાલો કર્યા હતા. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે આ પૈસા કોઈ વિશેષ પાર્ટીને ચૂંટણી જીતાડવાના ઉદ્દેશ્યથી આપ્યા હતા. ટ્રમ્પના આ નિવેદન બાદ ભારતમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો: દિગ્ગજ નેતા શશિ થરુર અને કોંગ્રેસને ક્યાં વાંકું પડ્યુ,પાર્ટીમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવાની વાત કહી