ટોપ ન્યૂઝનેશનલબિઝનેસવિશેષ

વૈશ્વિક મંદીની અસર ભારતને નહીં, મંદીનું સૌથી વધુ જોખમ યુએસ-યુકેને

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ વિશ્વના ઘણા દેશોમાં મંદીનો ભય તીવ્ર બન્યો છે. જો કે વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર ભારત માટે ખૂબ જ સારા સમાચાર છે. સમાચાર એ છે કે આ વર્ષે ભારતનું આર્થિક સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેવાની આગાહી છે અને મંદીની 0% શક્યતા છે. અમેરિકા, ચીન અને ફ્રાન્સ જેવા વિકસિત દેશો પણ મંદીના ભયનો સામનો કરી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે બ્રિટનની હાલત સૌથી ખરાબ હોવાનું કહેવાય છે. 

અમેરીકાની આર્થીક મંદી વધતી જઈ રહી છે. 1 મેના રોજ, કેલિફોર્નિયામાં ફર્સ્ટ રિપબ્લિક બેંક બંધ કરવામાં આવી હતી.  હવે અમેરિકામાં પણ રોકડનું સંકટ ઉભું થયું છે. તેને જોતા અમેરિકાના નાણા મંત્રી જેનેટ યેલેને પણ નિવેદન બહાર પાડવું પડ્યું. તેમણે ચેતવણી આપી છે કે જો 1 જૂન સુધીમાં દેવાની મર્યાદા વધારવામાં નહીં આવે તો કદાચ અમેરિકા તેના ઈતિહાસમાં પહેલીવાર ‘ડિફોલ્ટ’ થવાની ફરજ પડશે. જો અમેરિકામાં ડિફોલ્ટ હશે તો દેશમાં મંદી આવશે. મામલો માત્ર અમેરિકા પૂરતો જ સીમિત નથી,  રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, કેનેડા, જર્મની, ફ્રાન્સ અને કેનેડા સહિત યુરોપના ઘણા મોટા દેશો પણ મંદીના ડરમાં છે. 

ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા:

 IMFના અનુમાન મુજબ, ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે એટલે કે 2023માં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હશે. એપ્રિલ મહિનામાં GACT કલેક્શનનો રેકોર્ડ તૂટી ગયો છે, આખા વર્ષના આંકડા પણ સૌથી વધુ છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ પણ ભરેલું છે, આપણે નિકાસના મોરચે સારો દેખાવ કરી રહ્યા છીએ અને અન્ય એશિયન કરન્સીની સરખામણીમાં રૂપિયાએ ખૂબ જ સારો દેખાવ કર્યો છે.  બ્રિટનને પછાડીને ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે અને તમામ વૈશ્વિક પડકારો છતાં વર્તમાન સ્થિતિથી આગળ વધી રહ્યા છીએ. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ ભારત સતત ટોચ પર છે. જો તમે અર્થવ્યવસ્થાના આ રફ લક્ષણો અને આંકડાઓ પર નજર નાખો, તો ભલે વિશ્વમાં મંદીનો ખતરો મંડરાઈ રહ્યો હોય, પરંતુ ભારત આ ભયથી સુરક્ષિત છે. ભારતીય નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. 

આ પણ વાંચોઃ ભારતની અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં ફરી તેજી કરશે, ઘણા મોટા પડકારો દૂર કરવામાં આવ્યા ; મૂડીઝ

Back to top button