અમેરિકા ભારતને અત્યાધુનિક F-35 ફાઈટર એરક્રાફ્ટ વેચશે : મોદી-ટ્રમ્પ વચ્ચે વધુ એક કરાર


વોશિંગ્ટન, 14 ફેબ્રુઆરી : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમેરિકા ભારતને અત્યાધુનિક F-35 ફાઈટર એરક્રાફ્ટ વેચશે. આ સાથે ભારત અત્યાધુનિક સ્ટીલ્થ એરક્રાફ્ટ ધરાવતા દેશોની વિશિષ્ટ ક્લબમાં સામેલ થશે.
ટ્રમ્પે કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં અમે ભારતને સૈન્ય વેચાણમાં કેટલાક અબજ ડોલરનો વધારો કરીશું. અમે ભારત માટે આખરે F-35 સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટની ડિલિવરી કરવાનો માર્ગ મોકળો કરી રહ્યા છીએ. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ભારતને અત્યાધુનિક ફાઈટર એરક્રાફ્ટ વેચવાની ઓફર કરી અને ભારતમાં સૈન્ય વેપાર વધારવાની વાત કરી હતી.
પીએમ મોદીએ ભારતના હિતોને આગળ રાખવાની વાત કરી
ટ્રમ્પની વાપસી બાદ પીએમ મોદીની વ્હાઇટ હાઉસની આ પ્રથમ મુલાકાત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું પ્રશંસા કરું છું કે તેઓ (પ્રમુખ ટ્રમ્પ) હંમેશા રાષ્ટ્રીય હિત (અમેરિકાના)ને સર્વોચ્ચ રાખે છે. પ્રમુખ ટ્રમ્પની જેમ મને પણ ભારતના હિતોની સાથે મોખરે કામ કરવાનો વિશેષાધિકાર મળ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે હું તમને વ્હાઇટ હાઉસમાં પાછા જોઈને ખુશ છું, હું તમને ભારતના 140 કરોડ લોકો વતી અભિનંદન આપું છું…ભારતની જનતાએ મને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે સેવા આપવાની તક આપી…આ કાર્યકાળમાં મને પ્રમુખ ટ્રમ્પ સાથે આગામી 4 વર્ષ માટે ફરી એકવાર કામ કરવાની તક મળી છે અને તે ખૂબ જ આનંદની વાત છે.
ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનું ચાલુ રાખશે: PM
તેમણે વધુમાં કહ્યું કે હું તમારી સાથે તમારા પ્રથમ કાર્યકાળમાં કામ કરવાના મારા ભૂતકાળના અનુભવ પરથી કહી શકું છું કે, અમે સમાન બંધન, સમાન વિશ્વાસ અને સમાન ઉત્સાહ સાથે ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવવાનું ચાલુ રાખીશું.
આ પણ વાંચો :- PM મોદી જ બાંગ્લાદેશ અંગે નિર્ણય લેશે… વડાપ્રધાન સાથેની મુલાકાતમાં ટ્રમ્પે જાહેરાત કરી