ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

લાલ સમુદ્રમાં જંગ, USએ હુતિ વિદ્રોહીઓના હુમલાને નિષ્ફળ બનાવ્યો

Text To Speech

વૉશિગ્ટન (અમેરિકા), 27 ડિસેમ્બર: US આર્મીએ લાલ સમુદ્રમાં હુતિ બળવાખોરો દ્વારા છોડવામાં આવેલા એક ડઝનથી વધુ ડ્રોન અને અનેક મિસાઇલોને તોડી પાડ્યા છે. પેન્ટાગોન તરફથી આ માહિતી સામે આવી છે. જો કે, આ સમયગાળા દરમિયાન હુતિ વિદ્રોહીઓના જહાજને કોઈ નુકસાન થયું નથી. પેન્ટાગોનના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, 10 કલાકના ઑપરેશન દરમિયાન 12 ડ્રોન, 3 એન્ટી શિપ બેલેસ્ટિક મિસાઈલ અને બે સરફેસ ટુ સરફેસ મિસાઈલને તોડી પાડવામાં આવી હતી.

લાલ સમુદ્રમાંથી પસાર થતા જહાજો પર હુમલો

અગાઉ, હુતિ બળવાખોરોએ લાલ સમુદ્રમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવ્યા છે, જેમાં ભારતના ગુજરાત દરિયાકાંઠા તરફ જતા એક જહાજનો પણ સામેલ છે. 7 ઑક્ટોબર પછી શરૂ થયેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ હુતિ બળવાખોરોએ આવી કાર્યવાહી શરૂ કરી છે. હુતિ બળવાખોરોનું કહેવું છે કે તેઓ ગાઝામાં ઈઝરાયેલની બર્બરતાને રોકવા માટે ઈઝરાયેલને સમર્થન આપતા કોઈપણ દેશના જહાજોને નિશાન બનાવશે.

અગાઉ, અમેરિકી પ્રમુખ જો બાઇડને ઉત્તરી ઇરાકમાં તેમના સૈનિકો પરના હુમલા બાદ ઈરાન સમર્થિત મિલિશિયા જૂથો સામે બદલો લેવાનો આદેશ આપ્યો હતો. સોમવારે થયેલા હુમલામાં અમેરિકન સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈરાન સમર્થિત મિલિશિયા ‘કતાઈબ હિઝબુલ્લાહ’ અને તેની સાથે જોડાયેલા જૂથોએ હુમલાની જવાબદારી લીધી હતી.

આ પણ વાંચો: દરિયાઈ હુમલાને પહોંચી વળવા અરબ સમુદ્રમાં 3 ભારતીય યુદ્ધ જહાજ તૈનાત

Back to top button