આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે ભારતને લઈ શું કહી મોટી વાત? જાણો

Text To Speech

વોશિંગ્ટન, તા. 15 નવેમ્બર, 2024: અમેરિકાના પ્રમુખ જો બાઇડેનના કાર્યકાળના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. આગામી મહિને ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યભાર સંભાળશે. આજે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્ત વેદાંત પટેલે એક મોટું નિવેદન આપ્યું છે.

ભારતને લઈ શું કહ્યું વેદાંત પટેલે

તેમણે કહ્યું, આવતું વહીવટીતંત્ર ભારત સાથેના તેમના સંબંધોને લગતી બાબતમાં કેવી રીતે આગળ વધી શકે છે હું તેના પર વાત કરી શકતો નથી. પ્રમુખ બાઇડેન અને સેક્રેટરી બ્લિંકન ભારતને મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જૂએ છે. છેલ્લા ચાર વર્ષો દરમિયાન સંખ્યાબંધ ક્ષેત્રોમાં અમેરિકા અને ભારતનો સહયોગ વધુ ગાઢ બન્યો છે. જ્યારે ઇન્ડો-પેસિફિક, વૈશ્વિક સ્થિરતાની વાત આવે ત્યારે ભારત એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે ઉભરી આવે છે.

કોણ છે વેદાંત પટેલ

ભારતીય-અમેરિકન વેદાંત પટેલનો જન્મ ગુજરાતમાં થયો હતો. તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટી, રિવરસાઈડથી ગ્રેજ્યુએશન કર્યુ છે. તેઓ અનેક રાજકીય અભિયાનો પર કામ કરી ચૂક્યા છે અને વ્હાઇટ હાઉસમાં પણ ઘણી જવાબદારી નિભાવી છે. પટેલે અમેરિકના પ્રમુખ જો બાઇડેનના સહાયક પ્રેસ સચિવ અને પ્રવક્તા તરીકે પણ કામ કર્યું છે. તેણે પોતાના શાનદાર મીડિયા સંબંધો અને કોમ્યુનિકેશન મેનેજમેન્ટથી બાઈડેન તંત્રમાં એક અલગ ઓળખ બનાવી છે. તેમણે કોંગ્રેસી માઇક હોન્ડા અને કોંગ્રેસ વુમન પ્રમિલા જયપાલ સાથે કામ કર્યું છે.  તેમની પાસે અધિકારીઓ અને રાજકીય ઉમેદવારોની સાર્વજનિક છબી સુધારવાનો સારો અનુભવ છે.  આ કારણે જ તેઓ ડેમોક્રેટિક પાર્ટીમાં એક મહત્વના સભ્ય છે.

આ પણ વાંચોઃ  ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોની વરણી કરી? જાણો કોણ છે

Back to top button