પન્નુની હત્યાના કાવતરા મામલે USએ ભારત પાસે માંગી માહિતી, કહ્યું: તમામ અપડેટ આપો
- ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને અમેરિકા તરફથી પ્રતિક્રિયા બહાર આવી
નવી દિલ્હી, 27 જૂન: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુ(Gurpatwant singh pannun)ની હત્યાના કથિત કાવતરાને લઈને અમેરિકા તરફથી પ્રતિક્રિયા બહાર આવી છે. US ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ કર્ટ કેમ્પબેલે(Kurt Campbell) બુધવારે કહ્યું કે, “યુનાઈટેડ સ્ટેટ્સ માને છે કે ભારત આ મામલે સંવેદનશીલ છે અને અમે ભારત સાથે રચનાત્મક વાતચીત કરી છે અને હું કહીશ કે ભારતે અમારી ચિંતાઓને ધ્યાનમાં લીધી છે.” તેમણે કહ્યું કે, “અમેરિકાએ નવી દિલ્હી દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિને સતત અપડેટ્સ આપવા કહ્યું છે.”
કર્ટ કેમ્પબેલે શું કહ્યું?
શું છે સમગ્ર મામલો?
ગયા વર્ષે અમેરિકામાં ગુરપતવંતસિંહ પન્નુનો અકસ્માત થયો હતો. આ મામલામાં અમેરિકાએ ગયા વર્ષે જૂનમાં નિખિલ ગુપ્તા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારતીય સરકારી કર્મચારી સાથે કામ કરવાનો આરોપ મૂક્યો હતો. ગુપ્તાની 30 જૂન 2023ના રોજ ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ જુઓ: લાલકૃષ્ણ અડવાણી દિલ્હી AIIMSમાં દાખલ, કેવી છે પૂર્વ નાયબ વડાપ્રધાનની તબિયત?