અમેરિકાએ વધુ એક કોરડો વીંઝ્યો, ભારતીય કંપની માર્શલ શિપ મેનેજમેન્ટ પર પ્રતિબંધ
અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2025: ભારતીય કંપની માર્શલ શિપ મેનેજમેન્ટ પ્રા. લિમીટેડ અને તેના ભારતીય ડિરેક્ટર રયાન ઝેવિયર અરહાના પર બનાવટી દસ્તાવેજો મારફતે પ્રતિબંધિત સેફેર એનર્જી વતી ઇરાનનું ક્રૂડ ઓઇલ ચીન મોકલવા માટે શિપમેન્ટમાં સહાય કરવા બદલ અમેરિકાએ પ્રતિબંધ લાદી દીધો છે.
આ પગલું નવનિયુક્ત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 4 ફેબ્રુઆરીના રાષ્ટ્રીય સુરક્ષા રાષ્ટ્રપતિ મેમોરેન્ડમ સાથે સુસંગત છે, જેમાં ટ્રેઝરી વિભાગ અને અન્ય યુએસ સરકારી એજન્સીઓને ઈરાન પર મહત્તમ આર્થિક દબાણ લાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. યુએસનો ઉદ્દેશ્ય ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાથી રોકવાનો અને તેના કથિત દૂષિત પ્રભાવનો સામનો કરવાનો છે.
જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદન અનુસાર ઓઇલનું શિપમેન્ટ ઇરાનના આર્મ્ડ ફોર્સિસ જનરલ સ્ટાફ (AFGS) અને તેની પ્રતિબંધિત કંપની સેફેર એનર્જી જહાન નામા પાર્સ (સેફેર એનર્જી) વતી કરવામાં આવ્યુ હતુ. એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાર્યવાહીમાં પીઆરસી, ભારત અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સહિત અનેક અધિકારક્ષેત્રોમાં સમાવિષ્ટ સંસ્થાઓ અને વ્યક્તિઓ તેમજ અનેક જહાજોનો સમાવેશ થાય છે. સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન તેની અસ્થિરતા પેદા કરતી પ્રાદેશિક પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડવા માટે ઓઇલ વેચાણ દ્વારા દર વર્ષે અબજો ડોલરની સમકક્ષ કમાણી કરે છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
નિવેદનમાં વધુમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ ભંડોળ “હમાસ, હુથી અને હિઝબુલ્લાહ” સહિત અનેક પ્રાદેશિક આતંકવાદી જૂથોને ટેકો આપવામાં મદદ કરે છે. AFGS આ તેલ વેચાણ અને શિપમેન્ટને સક્ષમ બનાવવા માટે વિદેશી-આધારિત ફ્રન્ટ કંપનીઓ અને બ્રોકરોના નેટવર્કનો ઉપયોગ કરે છે.