ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડહેલ્થ

USમાં બર્ડ ફ્લૂનો બીજો કેસ જોવા મળ્યો, મિશિગન હેલ્થ ડિપાર્ટમેન્ટે લોકોને કર્યા એલર્ટ

  • બર્ડ ફ્લૂના બીજા કેસ પછી પોલ્ટ્રી અને ડેરીની સ્થિતિઓને સતત ટ્રેસ કરવામાં આવી રહી છે 

વોશિંગ્ટન, 23 મે: એક વ્યક્તિમાં બર્ડ ફ્લૂનો બીજો કેસ સામે આવતાં અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. એબીસી ન્યૂઝ અનુસાર, અમેરિકામાં બર્ડ ફ્લૂથી સંક્રમિત બીજા દર્દીની પુષ્ટિ થઈ છે. મિશિગન ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસે અહેવાલ આપ્યો છે કે, બર્ડ ફ્લૂ અથવા એવિયન ઈન્ફલ્યુએન્ઝાથી સંક્રમિત પ્રાણી સાથે નિયમિત સંપર્ક ધરાવતા ફાર્મ વર્કરને બર્ડ ફ્લૂ થયું હોવાનું બહાર આવ્યું છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને (CDC) જણાવ્યું હતું કે, મિશિગનમાં એક ડેરી વર્કર જે H5N1 સંક્રમિત પશુઓના સંપર્કમાં આવ્યો હતો તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. અમેરિકામાં H5N1 (બર્ડ ફ્લૂ)ના બીજા કેસ પછી, પોલ્ટ્રી અને ડેરીની સ્થિતિઓને સતત ટ્રેસ કરવામાં આવી રહી છે. જો ખેત મજૂરોમાં કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવા ચેતવણી આપવામાં આવી છે. વાયરસની તપાસ પણ ઉપલબ્ધ છે.

 

રાજ્યને H5N1 ચેપ વિશે જાણ કરવામાં આવી

બર્ડ ફ્લૂમાં દેખાતા લક્ષણો વિશે સ્થાનિક આરોગ્ય અધિકારીઓને જાણ કરવામાં આવી છે. CDCએ કહ્યું છે કે, સંક્રમિત વ્યક્તિના 2 નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. જેમાંથી એક સેમ્પલ નાકમાંથી અને બીજો સેમ્પલ આંખનો હતો. નાકમાંથી લેવામાં આવેલું સેમ્પલ લેબોરેટરી પરીક્ષણમાં ઈન્ફલ્યુએન્ઝા માટે નકારાત્મક આવ્યું છે, પરંતુ આંખના સ્વેબનું પરીક્ષણ H5N1 ચેપ માટે સકારાત્મક આવ્યું છે. આ પછી નાકમાંથી ફરીથી સેમ્પલ લેવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે પણ તે ઈન્ફલ્યુએન્ઝા માટે નકારાત્મક હોવાનું બહાર આવ્યું હતું. આ પછી રાજ્યને H5N1 ચેપ વિશે જાણ કરવામાં આવી હતી. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ન્યુરામિનીડનું (N ટાઈપ) હાલમાં સીડીસી ખાતે જીન પરીક્ષણ બાકી છે. તેના ક્લિનિકલ નમુનાને ક્રમબદ્ધ કરવાનું કામ ચાલુ છે. તેના પરિણામો એક-બે દિવસમાં મળવાની અપેક્ષા છે.

ચેપગ્રસ્ત વ્યક્તિ સ્વસ્થ થઈ ગયો 

મિશિગન ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થે કહ્યું કે, ચેપગ્રસ્ત વ્યક્તિ હવે સ્વસ્થ થઈ ગયો છે. તે તેના વિશે કોઈ વધારાની ઓળખ માહિતી જાહેર કરશે નહીં. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં એપ્રિલના પહેલા અઠવાડિયામાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ બહાર આવ્યો હતો. આ દર્દી ટેક્સાસમાં જોવા મળ્યો હતો, જેને પશુઓમાંથી H5N1નો ચેપ લાગ્યો હતો. વર્તમાન દર્દી ચેપગ્રસ્ત પ્રાણીઓ વચ્ચે કામ કરતો હતો. સૌ પ્રથમ તેણે આંખોમાં લાલાશની ફરિયાદ કરી. મિશિગન સહિત અમેરિકામાં અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂના કુલ ત્રણ કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો પર ખતરો ઓછો છે. મિશિગનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. નતાશા બગડાસરિયાને જણાવ્યું હતું કે, મિશિગને આ વાયરસના ઝડપી નિદાનની પ્રક્રિયામાં સફળતા પ્રાપ્ત કરી છે.

આ પણ જુઓ: ગળું દબાવીને લાશના ટુકડા ફ્રીઝરમાં રાખ્યા: બાંગ્લાદેશના સાંસદની હત્યાના કેસમાં ઘટસ્ફોટ

Back to top button