ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા ભારત માટે ખુશખબર આવી, 3 ભારતીય સંસ્થાઓને પ્રતિબંધિત યાદીમાંથી હટાવી

Text To Speech

નવી દિલ્હી: તાજેતરમાં એક સારા સમાચાર મળી રહ્યા છે. અમેરિકાએ બુધવારે ત્રણ ભારતીય પરમાણુ એકમો પર લાગેલા પ્રતિબંધો હટાવી દીધા છે. આના એક અઠવાડીયા પહેલા એનએસએ ઝેક સુલિવને ઘોષણા કરી હતી કે વોશિંગટન ભારતીય અને અમેરિકી ફર્મો વચ્ચે અસૈન્ય પરમાણુ ભાગીદારી માટે અડચણો હટાવવા માટેના પગલાને અંતિમ રુપ આપી રહ્યું છે.

અમેરિકી ઉદ્યોગ અને સુરક્ષા બ્યૂરો (BIS)ના જણાવ્યા અનુસાર, આ ત્રણેય એકમો ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર (BARC), ઈંદિરા ગાંધી પરમાણું અનુસંધાન કેન્દ્ર (IGCR) અને ભારતીય દુર્લભ પૃથ્વી (IRE) છે.

ગત અઠવાડીયે આઈઆઈટી દિલ્હીમાં એક સંબોધનમાં સુલિવને કહ્યું હતું કે, અમેરિકા આ નિયમોને હટાવી દેશે, જે ભારતીય પરમાણુ એકમો અને અમેરિકી કંપનીઓ વચ્ચે સહયોગ કરતા રોકે છે.

ત્રણ મુખ્ય ભારતીય એકમોને હટાવવાના નિવર્તમાન બાઈડેન પ્રશાસન દ્વારા 16 વર્ષ પહેલા થયેલા ઐતિહાસિક ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ કરારને લાગૂ કરવા સુગમ બનાવવાનો પ્રયાસ તરીકે જોવાઈ રહ્યું છે.

આ પગલું ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના 47માં રાષ્ટ્ર પ્રમુખ તરીકે શપથ લેવાના પાંચ દિવસ પહેલા લેવામાં આવ્યુ છે.

જૂલાઈ 2025માં તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહન સિંહની તત્કાલિન અમેરિકીન રાષ્ટ્રપતિ જોર્જ ડબ્લ્યૂ બુશ સાથે બેઠક બાદ ભારત અને અમેરિકાના અસૈન્ય પરમાણુ ઊર્જામાં સહયોગ કરવાની મહત્વકાંક્ષી યોજનાનું અનાવરણ કર્યું હતું.

કેટલીય વખતની વાતચીત બાદ ઐતિહાસિક અસૈન્ય પરમાણુ કરાર પર લગભગ ત્રણ વર્ષ બાદ મહોર લાગી છે.
એવી આશા છે કે તેનાથી અમેરિકાને ભારત સાથે અસૈન્ય પરમાણુ પ્રોદ્યોગિકી શેર કરવાની મંજૂરી આપવાનો માર્ગ મોકળો થશે.

આ પણ વાંચો: BIG NEWS: સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

Back to top button