શું પ્રજાસત્તાક દિવસની પરેડને ખોરવવાનું કાવતરું થઈ રહ્યું છે? શું કહે છે ગુપ્તચર અહેવાલ? જાણો

નવી દિલ્હી, 25 જાન્યુઆરી, 2025: શું પ્રજાસત્તાક દિવસની પરેડને ખોરવવાનું કાવતરું થઈ રહ્યું છે? હાલ મળી રહેલા ગુપ્તચર અહેવાલ તો એવું જ કહે છે. દેશની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે દેશ વિરોધી તત્વો 26 જાન્યુઆરીએ કોઈ એવું કારસ્તાન કરી શકે છે જેને કારણે લોકોની સલામતી જોખમાય અને દેશને નામોશી મળે.
26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ સંદર્ભે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. ખાસ કરીને દિલ્હીમાં વધુ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ગુપ્તચર એજન્સીઓને ડર છે કે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રવિરોધી તત્વો ડબલ-સાઇડેડ જેકેટ પહેરીને ઘૂસી શકે છે. એવી પણ માહિતી મળી છે કે આ લોકો પરેડ દરમિયાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન પણ કરી શકે છે.
દેશની ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી અનુસાર ઉત્તર-પૂર્વ (ઈશાન ભારતના)નાં કેટલાક રાષ્ટ્રવિરોધી તત્વો 26 જાન્યુઆરીના અવસર પર વાતાવરણ બગાડી શકે છે. મણિપુરના ચોક્કસ સમુદાયના લોકો આ તકનો ગેરલાભ લઈ શકે છે તેવા ઇનપુટ્સ પ્રાપ્ત થયા છે. પોલીસ અને ગુપ્તચર વિભાગના લોકો આ ખતરા અંગે પહેલાથી જ સતર્ક છે.
જાણવા મળે છે કે, આવા લોકો પ્રજાસત્તાક દિવસના અવસરે ડબલ સાઇડેડ જેકેટ પહેરીને પરેડ સ્થળ પર પહોંચી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોએ ડબલ સાઇડેડ જેકેટ પહેર્યા હશે જેથી તેઓ કોઈક રીતે સૂત્રો લખેલાં બેનર અથવા વિરોધ માટેની સામગ્રી સંતાડી શકે અને તે પોતાની સાથે લાવી શકે. તેમનો હેતુ પરેડ દરમિયાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનો પણ હોઈ શકે છે. તે આ જેકેટ્સમાં છુપાવેલાં સૂત્રો પણ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ડબલ સાઇડેડ જેકેટને લઈને સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ સતર્ક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા આવનારા લોકોમાંથી, સુરક્ષા એજન્સી ખાસ કરીને તે દિવસે ડબલ-સાઇડેડ જેકેટ પહેરનારા લોકોની તપાસ કરશે. એવા ઇનપુટ છે કે આવા લોકો પ્રેક્ષક ગેલરીમાં બધાની વચ્ચે ભળી જઈને તક મળે ત્યારે વિરોધ કરી શકે છે. આ જ કારણે ડબલ સાઇડ જેકેટ્સ, એટલે કે ભારે દેખાતા અને બંને બાજુ ફોલ્ડ કરીને પહેરી શકાય તેવા જેકેટ્સનું ખાસ ચેકિંગ કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે. વધારાના ગરમ કપડાં પહેરીને આવતા લોકો પર પણ નજર રાખવા દિલ્હી પોલીસને તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતના રાત્રિ આકાશમાં યોજાશે પાંચ ગ્રહોની પરેડ, સર્જાશે અદ્ભુત દ્રશ્ય
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD