ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં પ્રમુખની ચૂંટણીના પરિણામો શરૂ, જાણો કોણ લીડ પર છે

  • લગભગ 78 મિલિયનથી વધુ અમેરિકનો તેમના મત આપી ચૂક્યા છે

વોશિંગ્ટન DC, 6 નવેમ્બર: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પ્રમુખની ચૂંટણી માટેના પરિણામો શરૂ થઈ ગયા છે. ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. બંનેએ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આવી સ્થિતિમાં શું પરિણામ આવશે તે જોવું રસપ્રદ રહેશે. ચૂંટણી પ્રચાર દરમિયાન બંને હરીફોનું સમગ્ર ધ્યાન સ્વિંગ સ્ટેટ્સ પર હતું. આ સ્વિંગ સ્ટેટ્સમાંથી, પેન્સિલવેનિયા કિંગમેકર બની શકે છે. વિશ્વની આ સૌથી જટિલ ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ બનવા માટે બહુમતીનો આંકડો 270 છે. પરંતુ આગામી પ્રમુખ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા જ ચૂંટવામાં આવશે.આવા સંજોગોમાં કડકડતી ઠંડી હોવા છતાં લાંબી કતારોમાં ઉભેલા મતદારોનો ઉત્સાહ જોવા જેવો છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાની ચૂંટણી લેબ અનુસાર, જે સમગ્ર USમાં પ્રારંભિક મતદાન અને મેલ દ્વારા મતદાનને ટ્રેક કરે છે, 78 મિલિયનથી વધુ અમેરિકનો તેમના મત આપી ચૂક્યા છે.

ટેક્સાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતનું અનુમાન

ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારની પ્રમુખની ચૂંટણીમાં સતત ત્રીજી વખત ટેક્સાસ જીતવાના ટ્રેક પર છે. આ સાથે ટ્રમ્પના ખાતામાં 40 ઈલેક્ટોરલ વોટ જોડાઈ જશે. રિપબ્લિકન ઉમેદવારો લગભગ 50 વર્ષથી ટેક્સાસ જીતી રહ્યા છે.

ન્યૂયોર્કમાં કમલા હેરિસની જીતનું અનુમાન

ન્યૂયોર્કમાં ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ જીત તરફ આગળ વધી રહી છે. ન્યુયોર્કમાં કુલ 28 ઈલેક્ટોરલ વોટ છે. ન્યૂયોર્કે 1984ની ચૂંટણીમાં રોનાલ્ડ રીગન પછી દરેક પ્રમુખપદની રેસમાં ડેમોક્રેટને મત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્ક પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું હોમ સ્ટેટ છે પરંતુ તેઓ સતત ત્રીજી વખત અહીંથી ચૂંટણી હારી ગયા.

ટ્રેન્ડમાં ટ્રમ્પને 177 ઈલેક્ટોરલ વોટ મળ્યા

AP અનુસાર, રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેન્ડમાં તેમના પ્રતિસ્પર્ધી કમલા હેરિસ કરતા ઘણા આગળ નીકળી ગયા છે. ટ્રમ્પને અત્યાર સુધીમાં 177 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. જ્યારે કમલા હેરિસને 99 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે.

સ્વિંગ સ્ટેટ્સ નક્કી કરશે ચૂંટણી પરિણામ

જે રીતે પ્રારંભિક પરિણામો અપેક્ષા મુજબ આવી રહ્યા છે, એવું માનવામાં આવે છે કે, સ્પર્ધા સાત સ્વિંગ સ્ટેટ્સ જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા, એરિઝોના, મિશિગન, નેવાડા અને વિસ્કોન્સિન સુધી મર્યાદિત રહેવાની અપેક્ષા છે.

આ પણ જૂઓ: રશિયાના પ્રમુખ પુતિને ફરી પીએમ મોદીના વખાણ કર્યા, જાણો હવે શું કહ્યું

Back to top button