ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકી પ્રમુખ જો બાઈડનના પુત્ર હંટર ફેડરલ ટેક્સ કેસના નવ આરોપો હેઠળ દોષિત જાહેર

Text To Speech
  • હંટર બાઈડનની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી

લોસ એન્જલસ, 6 સપ્ટેમ્બર: અમેરિકી પ્રમુખ જો બાઈડનના પુત્ર હંટર બાઈડનની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. તેનું કારણ છે ફેડરલ ટેક્સ ફ્રોડ કેસ, જેમાં તેણે પોતાની સામે લાગેલા આરોપોને સ્વીકારી લીધા છે. હન્ટર છેલ્લા ઘણા સમયથી કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલા છે. અમેરિકી પ્રમુખના પુત્ર વિરૂદ્ધ અનેક કેસ પેન્ડિંગ છે. જેમાંનો એક કેસ ટેક્સ ફ્રોડનો પણ છે. હંટર પર કરચોરીનો આરોપ છે અને આ આરોપ ફેડરલ લેવલે છે અને કોર્ટના દસ્તાવેજોમાં પણ તેના પુરાવા મળે છે. અમેરિકી પ્રમુખના પુત્ર પર ટેક્સ ચોરીના 9 કેસ છે, જેના કારણે હંટરને જેલની સજા પણ થઈ શકે છે.

 

 ટેક્સ ફ્રોડ કેસમાં હંટરે આરોપોનો કર્યો સ્વીકાર

54 વર્ષીય હંટર બાઈડનને કરચોરીના નવ ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. હંટર પર 1.4 મિલિયન ડોલરની કરચોરીનો આરોપ છે, જેની ભારતીય ચલણમાં કિંમત અંદાજે 11.75 કરોડ રૂપિયા છે. હંટરે લોસ એન્જલસ કોર્ટમાં ન્યાયાધીશોની સામે તેની સામેના આરોપો સ્વીકાર્યા છે. આ કેસમાં હંટર હાલ માટે બોન્ડ પર જેલની બહાર રહેશે. આ કેસમાં હંટરને 16 ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવે તેવી શક્યતા છે.

અન્ય કેસોમાં પણ સામેલ છે પ્રમુખ બાઈડનનો પુત્ર

અમેરિકી પ્રમુખ જો બાઈડનના પુત્ર હંટર માત્ર ટેક્સ ચોરીના કેસમાં જ નહીં પરંતુ અન્ય કેસમાં પણ સામેલ છે. હંટર સામે ડ્રગ્સનો ઉપયોગ અને ગેરકાયદેસર બંદૂક રાખવાના કેસ પણ પેન્ડિંગ છે અને આ કેસોમાં પણ હંટરને સજા થઈ શકે છે.

આ પણ જૂઓ: શું કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની સરકાર પડી ભાંગશે? ટૂંક સમયમાં યોજાઇ શકે છે ચૂંટણી

Back to top button