ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોનાથી સંક્રમિત

Text To Speech

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન કોરોનાથી સંક્રમિત થયા છે. વ્હાઇટ હાઉસે આ માહિતી આપી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીવન-પિયરે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ જો બાઇડેનને હળવા લક્ષણો છે. રાષ્ટ્રપતિ બાઇડેન કોરોના વેક્સિનના બંને ડોઝ સમયસર લીધા હતા. આ પછી તેમણે બે બૂસ્ટર ડોઝ પણ લીધા છે. બાઈડન પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોના પોઝિટિવ થયા હતા.

અમેરિકી રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ

અમેરિકી રાષ્ટ્રપતિ હવે ઝૂમ કોલ દ્વારા નાગરિકો સાથે વાતચીત કરશે. સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગે એવું પણ સૂચન કર્યું છે કે જે લોકો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના સંપર્કમાં આવ્યા છે તેઓ કોવિડ માટે ટેસ્ટ કરાવે. અમેરિકી રાષ્ટ્રપતિમાં કોરોનાના હળવા લક્ષણો છે. તબીબોએ તેમને પૂરતા આરામની સલાહ આપી છે. તેઓ હાલમાં વ્હાઈટ હાઉસમાં આરામ પર છે. ઉલ્લેખનીય છે કે જો બાયડન ઉંમરમાં અમેરિકાના સૌથી મોટા રાષ્ટ્રપતિ છે. અત્યારે તેમની ઉંમર 79 વર્ષ છે. ઉલ્લેખનીય છે કે ફરી એકવાર સમગ્ર વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.

Back to top button