ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઇઝરાયેલ પર ઈરાનના હુમલા બાદ US પ્રમુખ જો બાઈડને G7 નેતાઓ સાથે ફોન પર કરી વાત

  • જો બાઈડનની G7 દેશોના નેતાઓ સાથે ફોન પર વાતચીત બાદ ઈરાન પર નવા પ્રતિબંધો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો

વોશિંગ્ટન DC, 3 ઓકટોબર: ઈરાનના ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ અમેરિકી પ્રમુખ જો બાઈડને G7 દેશોના નેતાઓ સાથે ફોન પર વાત કરી છે. આ વાતચીત બાદ ઈરાન પર નવા પ્રતિબંધો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે આગળની કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાઈડને સ્પષ્ટ કર્યું કે, આ હુમલા સામે કાર્યવાહી કરવામાં આવશે અને અમેરિકા ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.” તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા લખ્યું કે, ” આજે સવારે મેં G7 નેતાઓ સાથે ફોન દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ ઈરાનના અસ્વીકાર્ય હુમલા પર ચર્ચા કરી અને નવા પ્રતિબંધો સહિત aઅ હુમલાની પ્રતિક્રિયા પર ચર્ચા કરી. મેં ઇઝરાયેલની સુરક્ષા માટે યુનાઇટેડ સ્ટેટ્સની અડગ પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી છે.”

 

વ્હાઇટ હાઉસ આ કોલ વિશે શું કહ્યું?

વ્હાઇટ હાઉસે કોલની પુષ્ટિ કરતા કહ્યું કે, “આજે, પ્રમુખ બાઈડને G7 નેતાઓ સાથે એક કૉલમાં જોડાયા હતા. તેઓએ ઇઝરાયેલ વિરુદ્ધ ઈરાનના અસ્વીકાર્ય હુમલા અંગે ચર્ચા કરી હતી અને નવા પ્રતિબંધો સહિત આ હુમલાના જવાબ પર સંકલન કર્યું હતું તેમજ G7 નેતાઓએ સ્પષ્ટપણે નિંદા કરી.” પ્રમુખ બાઈડને ઇઝરાયેલ અને તેના લોકો માટે યુનાઇટેડ સ્ટેટ્સની સંપૂર્ણ એકતા અને સમર્થન વ્યક્ત કર્યું, અને ઇઝરાયેલની સુરક્ષા માટે યુનાઇટેડ સ્ટેટ્સની અડગ પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી.”

બાઈડન પરમાણુ સાઇટ્સ પર ઇઝરાયેલના હુમલાને સમર્થન આપશે નહીં

બાઈડને પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંબંધિત સાઇટ્સ પર ઈઝરાયેલના કોઈપણ હુમલાને સમર્થન નહીં આપે. જ્યારે બાઈડનને બુધવારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ ઈરાન દ્વારા ઈઝરાયેલ પર લગભગ 180 મિસાઈલો છોડ્યા બાદ આ પ્રકારની જવાબી કાર્યવાહીનું સમર્થન કરશે, તો તેમણે કહ્યું કે, “જવાબ ના છે” બાઈડને આ ટિપ્પણી એવા સમયે કરી જ્યારે તેમણે અને અન્ય G-7 નેતાઓએ બુધવારે ફોન પર ઈરાન વિરુદ્ધ નવા પ્રતિબંધોના સંકલન અંગે ચર્ચા કરી હતી. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું કે, G-7 નેતાઓએ ઇઝરાયેલ પર ઇરાનના હુમલાની સ્પષ્ટ નિંદા કરી હતી અને બાઈડને ઇઝરાયેલ અને તેના લોકો માટે યુનાઇટેડ સ્ટેટ્સની સંપૂર્ણ એકતા અને સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. આ દરમિયાન, યુએસ વહીવટીતંત્રે સંકેત આપ્યો છે કે તેણે ઇઝરાયેલને મંગળવારના મિસાઇલ હુમલાનો જવાબ આપવા માટે સંયમ રાખવા વિનંતી કરી છે.

આ પણ જૂઓ: UN મહાસચિવ ગુટેરેસને ઈઝરાયેલ પ્રવેશવા ઉપર પ્રતિબંધ, શા માટે લેવાયો નિર્ણય

Back to top button