અચાનક સાઈકલ પરથી પડી ગયા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન
યુએસ પ્રમુખ જો બાયડન ડેલવેરમાં તેમના બીચ હાઉસ પાસે તેમની સાયકલ પરથી પડી ગયા. કેપ હેનલોપેન સ્ટેટ પાર્ક નજીક સાયકલ પરથી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે તે શનિવારે પડી ગયા હતા. જોકે, બાયડનનું કહેવું છે કે તેને કોઈ ઈજા થઈ નથી. યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ ઘટના પછી તરત જ રાષ્ટ્રપતિને ઉભા થવામાં મદદ કરી. થોડા સમય પછી, બાયડને કહ્યું, હું ઠીક છું. મારો પગ ફસાઈ ગયો હતો. મને કોઈ ઈજા થઈ નથી.
79 વર્ષીય પ્રેસિડેન્ટ બાયડન અને તેમના પત્ની જીલ બાયડન સવારે સાયકલ પર નીકળ્યા હતા અને તેમના શુભચિંતકોને મળવા માટે જઈ રહ્યા હતા. હેલ્મેટ પહેરીને બાયડન સાઇકલ પરથી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે નીચે પડી ગયા હતા.
મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રપતિ બાયડન શુક્રવારે ભારત વિશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારત સાથે તેમના “ખૂબ સારા” સંબંધો છે અને તેઓ બે વખત ભારતની મુલાકાતે આવ્યા છે. ભારત સંબંધિત પ્રશ્નના જવાબમાં બાયડને કહ્યું કે, હું બે વખત ભારત આવ્યો છું અને ફરી જઈશ.