ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ટ્રમ્પે શપથ પહેલા સ્પષ્ટ કર્યો એજન્ડા, આ વાત પર મૂક્યો ભાર

વોશિંગ્ટન, તા. 8 જાન્યુઆરી, 2025: ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લેશે. અગાઉ, તેમણે મંગળવારે ફ્લોરિડામાં તેમના માર-એ-લાગો નિવાસસ્થાને મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં નાટો, ગાઝામાં ઇઝરાયેલ બંધકો, પનામા કેનાલના નિયંત્રણ જેવા તેમના એજન્ડાની રૂપરેખા આપી હતી. તેમણે એલોન મસ્ક અને કેનેડા અમેરિકાના 51મા રાજ્ય બનવાની અટકળો પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

અમેરિકા હવે કેનેડાને આર્થિક ટેકો નહીં આપે

ટ્રમ્પે કહ્યું, કેનેડા અમેરિકાનું રાજ્ય હોવું જોઈએ. તે રાષ્ટ્રીય સુરક્ષા માટે સારું છે. કેનેડામાં મારા ઘણા મિત્રો છે, હું કેનેડાના લોકોને પ્રેમ કરું છું, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ હવે કેનેડાને આર્થિક રીતે ટેકો આપી શકશે નહીં. તેમણે કેનેડા પર ટેરિફ લાદવાનો પણ સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું, અમે કેનેડાને અમેરિકાનો ભાગ બનાવવા માટે આર્થિક બળનો ઉપયોગ કરીશું.

હમાસને આપી ચેતવણી

ગાઝામાં ઇઝરાયેલી બંધકોને લઈને ટ્રમ્પે હમાસને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, જો હું સત્તા સંભાળું તે પહેલાં ઇઝરાયેલી બંધકો પાછા નહીં આવે, તો મધ્ય પૂર્વમાં બધું જ નાશ પામશે. તેમણે કહ્યું, તેમનું આ પગલું હમાસ સહિત કોઈના માટે સારું નહીં હોય.

મેક્સિકોના અખાતનું નામ બદલશે

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મેક્સિકોના અખાતનું નામ બદલીને અમેરિકન અખાત રાખવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ મેક્સિકોના અખાતનું નામ બદલીને અમેરિકાનો અખાત કરવા જઈ રહ્યા છે. આ માટે તેમણે કોઈ સમયમર્યાદા આપી ન હતી.

પનામા નહેરને લઈ શું બોલ્યા ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ગ્રીનલેન્ડમાં પનામા કેનાલ પર કબજો કરી લીધો છે. તેમણે કહ્યું કે તેઓ બંને વિસ્તારો પર નિયંત્રણ મેળવવા માટે લશ્કરી બળનો ઉપયોગ કરવાની શક્યતા નકારી નહીં શકે. આ બંને ક્ષેત્રો પર અમેરિકાનું નિયંત્રણ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. પનામા નહેરનું સંચાલન ચીન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે અમે નહેર પનામાને આપી છે. તેનો દુરુપયોગ કર્યો છે.

આ પણ વાંચોઃ શપથ પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, આ કેસમાં સજા મુલતવી રાખવાની અરજી રદ્દ

Back to top button