સુનિતા વિલિયમ્સને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે કહી આ મોટી વાત


વોશિંગ્ટન, તા. 22 માર્ચ, 2025: સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર લગભગ 286 દિવસ અવકાશમાં વિતાવ્યા પછી બુધવારે (19 માર્ચ) પૃથ્વી પર પાછા ફર્યા હતા. બંને અવકાશયાત્રીઓને હાલમાં પુનર્વસન કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. બંનેની સંભાળ લગભગ 45 દિવસ સુધી રાખવામાં આવશે. અમરેકિાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમને અવકાશમાં વધુ સમય રહેવા બદલ ઓવરટાઇમ ચૂકવવામાં આવશે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ બંને અવકાશયાત્રીઓને તેમના અંગત ભંડોળમાંથી ઓવરટાઇમ આપશે.
હું મારા પોતાના પૈસાથી ઓવરટાઇમ ચૂકવીશ: ટ્રમ્પ
પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, જો મને જરૂર લાગશે તો હું મારા પોતાના પૈસાથી તેનો ખર્ચ ઉઠાવીશ. હું ઇલોન મસ્કનો આભાર માનવા માંગુ છું. જો તેણે ત્યાં અવકાશયાન ન મોકલ્યું હોય તો શું થાય તેની કલ્પના પણ કરી શકાય નહીં.
બંને અવકાશયાત્રીઓને નાસાના અન્ય અવકાશયાત્રીઓની જેમ પ્રમાણભૂત પગાર મળે છે. નાસાના કર્મચારીઓએ અઠવાડિયામાં 40 કલાક કામ કરવું જરૂરી છે. ઓવરટાઇમ, સપ્તાહના અંતે અથવા રજાઓ માટે કોઈ વધારાની ચુકવણી કરવામાં આવતી નથી.
REPORTER: The two astronauts that you just helped save from space, they didn’t get any overtime pay…@POTUS: “If I have to, I’ll pay it out of my own pocket… and I want to thank @elonmusk by the way because think if we don’t have him.” pic.twitter.com/b86RanXggp
— Rapid Response 47 (@RapidResponse47) March 21, 2025
સુનિતા વિલિયમ્સનો પગાર કેટલો છે?
નાસા તેના કર્મચારીઓને પરિવહન, રહેવાની વ્યવસ્થા અને ભોજન પણ પૂરું પાડે છે. કર્મચારીઓને નાના રોજિંદા ખર્ચ માટે વધારાની રકમ પણ આપવામાં આવે છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, સુનિતા વિલિયમ્સને સામાન્ય રીતે GS-15 પે ગ્રેડ હેઠળ પગાર મળે છે. તેમનો વાર્ષિક પગાર લગભગ $152,258 એટલે કે આશરે 1 કરોડ 26 લાખ રૂપિયા પ્રતિ વર્ષ છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશીઓના ભારતમાં ગેરકાયદે વસવાટના રેકેટનો થયો પર્દાફાશ