ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનની સુરક્ષામાં ચૂક, ઘર ઉપરથી વિમાન પસાર થઈ ગયું

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી છે. એક નાનું પ્રાઈવેટ પ્લેન બાઇડનના બીચ હાઉસ ઉપરથી ઊડ્યું હતું. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે, વિમાન આકસ્મિક રીતે પ્રતિબંધિત એરસ્પેસમાં પ્રવેશ્યું હતું, જેનાથી રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલાને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા.

વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ડેલવેરના રેહોબોથ બીચ ખાતેની ઘટના વિશે જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા સુરક્ષિત છે અને તે હુમલો નથી.’ અધિકારીએ જણાવ્યું હતું કે, બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડન બાદમાં તેમના ઘરે પરત ફર્યા હતા. રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને સિક્રેટ સર્વિસે કહ્યું કે, પ્લેન ભૂલથી સુરક્ષિત વિસ્તારમાં ઘુસી ગયું હતું અને આવી સ્થિતિમાં તાત્કાલિક બચાવ પગલાં લેવામાં આવ્યા હતા.

પાયલોટે માર્ગદર્શિકાની અવગણના કરી હતી
સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થોની ગુગલીએલ્મીએ જણાવ્યું હતું કે, પાઇલટ યોગ્ય રેડિયો ચેનલ પર ન હતો. ઉપરાંત તે પ્રકાશિત ફ્લાઇટ માર્ગદર્શિકાને અનુસરતો ન હતો. યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ હવે પાઇલટની પૂછપરછ કરશે.

બપોરે 12:45 વાગ્યે પ્લેન રાષ્ટ્રપતિના ઘરની ઉપર જોવા મળ્યું
એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, તેણે લગભગ 12:45 વાગ્યે રાષ્ટ્રપતિના ઘરની ઉપર એક નાનું સફેદ વિમાન ઉડતું જોયું. થોડી જ વારમાં શહેર ઉપર બે ફાઈટર જેટ ઉડાન ભરી હતી. થોડી જ મિનિટોમાં બાઇડનનો કાફલો નજીકના ફાયર સ્ટેશન તરફ જતો જોવા મળ્યો હતો. અહીં રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને એક SUVમાં બિલ્ડિંગની અંદર લઈ જવામાં આવ્યા હતા.

લગભગ 20 મિનિટ સુધી અવરજવર બંધ રહી
આ દરમિયાન સિક્રેટ સર્વિસે વિસ્તારને ખાલી કરાવવાનું શરૂ કરી દીધું હતું. સંભવિત જોખમને કારણે રેહોબોથ એવન્યુ પરની અવરજવર બંધ કરવામાં આવી હતી. લગભગ 20 મિનિટ પછી ફરી રાબેતા મુજબ આવનજાવન ચાલુ કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિનો કાફલો ફરીથી ઘર તરફ રવાના થયો હતો. બંને લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

Back to top button