અમેરિકી પ્રમુખ જો બાઈડનની પૌત્રી નાઓમી બિડેનની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ અજાણ્યા લોકોએ નાઓમીની એસયુવીની બારી તોડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ નાઓમીની સુરક્ષા માટે તૈનાત સિક્રેટ સર્વિસ એજન્ટોએ ગોળીબાર કર્યો હતો.
નાઓમીની કારનો કાચ તોડવામાં આવ્યો
મળતી માહિતી મુજબ, પ્રમુખ બાઈડનની પૌત્રી નાઓમીની સુરક્ષા માટે સિક્રેટ સર્વિસ એજન્ટો તૈનાત છે. નાઓમી તેની સુરક્ષા સાથે જ્યોર્જટાઉનમાં હતી. તેમની એસયુવી કાર એક જગ્યાએ પાર્ક કરવામાં આવી હતી, જ્યાં કેટલાક લોકોએ તેમની એસયુવીની બારી તોડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેમના સુરક્ષાકર્મીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જો કે હજુ સુધી આ મામલે વધુ માહિતી સામે આવી નથી.
કોણ છે નાઓમી બિડેન?
નાઓમીએ ગયા વર્ષે નવેમ્બરમાં તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. 29 વર્ષીય નાઓમી પ્રમુખ બાઈડનના પુત્ર હન્ટર બિડેન અને કેથલીનની મોટી પુત્રી છે. નાઓમી વ્યવસાયે વકીલ છે. નાઓમીનું નામ જો બાઈડન પુત્રીના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. નાઓમીનો ઉછેર વોશિંગ્ટન ડીસીમાં થયો હતો. નાઓમી તેના દાદા જો બિડેનને ખૂબ પસંદ કરે છે અને તેને પ્રેમથી ‘પોપ્સ’ કહે છે.
જો જ્યાં પણ હોય નોઓમીનો કોલ રિસીવ કરે જ
ટાઉન એન્ડ કન્ટ્રી ન્યૂઝ વેબસાઈટ અનુસાર, નાઓમીએ વર્ષ 2020માં એક ઈન્ટરવ્યુમાં તેના દાદા વિશે કહ્યું હતું કે તે ગમે તે કરી રહ્યા હોય અને જ્યાં પણ હોય, પરંતુ જ્યારે નાઓમી તેને ફોન કરે છે, તો તે તરત જ રિસીવ કરે છે. એકવાર પણ, બાઈડને સ્ટેજ પરના ભાષણ દરમિયાન નાઓમીના કૉલનો જવાબ આપવો પડ્યો હતો. શિક્ષણ વિશે વાત કરીએ તો, નાઓમીએ પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તેણે કોલંબિયા લો સ્કૂલમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.