ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકી લશ્કરી વિમાન જાપાનના સમુદ્રમાં ક્રેશ થયું, આઠ મુસાફર સવાર હતા

Text To Speech

ટોક્યો (જાપાન), 29 નવેમ્બર: આઠ લોકોને લઈ જતું યુએસ લશ્કરી ઓસ્પ્રે એરક્રાફ્ટ બુધવારે દક્ષિણ જાપાનના દરિયામાં ક્રેશ થયું છે. મળતી માહિતી અનુસાર, આ પ્લેન યાકુશિમા પાસે ક્રેશ થયું છે. જાપાની કોસ્ટ ગાર્ડ અને બચાવ ટીમ રાહત કામગીરી માટે રવાના થયું છે. આ એરક્રાફ્ટમાં કુલ 8 મુસાફરો સવાર હતા. જો કે, હાલમાં તમામ મુસાફરો સુરક્ષિત છે કે નહીં તે અંગેની કોઈ વિગત સામે આવી નથી.

સમુદ્રમાં પડતાની સાથે જ એરક્રાફ્ટમાં આગ ફાટી નીકળી

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, જાપાની કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ કહ્યું કે આ ઘટના અંગે કોઈ વિગતો જાણવા મળી નથી. જેમાં એરક્રાફ્ટમાં સવાર લોકોની સુરક્ષા પણ સામેલ છે. આ અકસ્માત સ્થાનિક સમય અનુસાર બપોરે 2.47 વાગ્યે થયો હતો. સ્થાનિકોના કહ્યા પ્રમાણે, અમેરિકન મિલિટરી એરક્રાફ્ટ સમુદ્રમાં પડતાની સાથે જ તેના ડાબા એન્જિનમાંથી આગ ફાટી નીકળી હતી. જાપાનમાં યુએસ આર્મીના પ્રવક્તાએ હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી.

કોસ્ટ ગાર્ડને કાગોશિમાની દક્ષિણે આવેલા ટાપુ યાકુશિમાની નજીક ક્રેશ સાઇટની નજીક ફિશિંગ બોટમાં આ અંગે કૉલ મળ્યો. પરંતુ ત્યારે એ સ્પષ્ટ થયું ન હતું કે એ US ઓસ્પ્રે બેઝ એર ક્રાફ્ટ હતું. હાલમાં આ વિસ્તારમાં સર્ચ માટે પેટ્રોલિંગ બોટ અને એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા છે. અગાઉ ઓસ્પ્રેનું વધુ એક વિમાન ઑસ્ટ્રેલિયામાં ક્રેશ થયું હતું. ઑગસ્ટમાં બનેલી આ ઘટનામાં અમેરિકાના ત્રણ નૌસેનિકો મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો: ફ્લાઇટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

Back to top button